અંબાજીમાં શુક્રવારે કરાશે મંદિર શુદ્ધિકરણ, નદીના પાણીથી મંદિર પરિસરને શુધ્ધ કરાશે

અંબાજીમાં ભાદરવી પૂનમના ચોથા દિવસે એટલે કે 24 તારીખ ને શુક્રવારે મંદિરના ગર્ભગૃહ સહિત સમગ્ર મંદિર પરિસરને નદીનાં પાણીથી ધોઈને શુદ્ધ કરવામાં આવશે.

ગુજરાતના(Gujarat)અંબાજીમાં(Ambaji)ભાદરવી-પૂનમ દરમિયાન હજારોની સંખ્યામાં દર્શને આવતા પદયાત્રી શ્રદ્ધાળુઓને માર્ગમાં શૌચક્રિયાઓ જેવી કેટલીક અપવિત્ર ક્રિયાઓ કરવી પડતી હોય છે. જેની બાદ તેઓ મંદિરમાં દર્શન કરવા આવે છે તેને કારણે મંદિરની પવિત્રતા જળવાતી હોતી નથી.

તેથી અંબાજીમાં ભાદરવી પૂનમના ચોથા દિવસે એટલે કે 24 તારીખ ને શુક્રવારે મંદિરના ગર્ભગૃહ સહિત સમગ્ર મંદિર પરિસરને નદીનાં પાણીથી ધોઈને શુદ્ધ કરવામાં આવશે. ત્યાર બાદ માતાજીને વિવિધ અલંકારોના શણગારથી સજાવીને પ્રક્ષાલન વિધિ કરવામાં આવશે.

તેમજ પ્રક્ષાલન પત્યા બાદ રાત્રે 9 વાગ્યે નૈવેદ્ય ચઢાવી ફરી 25 તારીખને શનિવારથી મંદિર દર્શનાર્થીઓ માટે રાબેતા મુજબ ખુલ્લુ મૂકવામાં આવશે. જો કે આ વિધિ દરમ્યાન શુક્રવારે મંદિરમાં દર્શન બંધ રાખવામાં આવશે.

 

આ પણ વાંચો : ગુજરાત ભાજપના બે નેતાઓના વિવાદમાં કોંગ્રેસે ઝંપલાવ્યું ,કહ્યું સૌરાષ્ટ્રવાસીઓ આગામી ચૂંટણીમાં જવાબ આપશે

આ પણ વાંચો : ગુજરાત ભાજપના બે નેતાઓના વિવાદમાં કોંગ્રેસે ઝંપલાવ્યું ,કહ્યું સૌરાષ્ટ્રવાસીઓ આગામી ચૂંટણીમાં જવાબ આપશે

 

Click on your DTH Provider to Add TV9 Gujarati