મહેસાણાઃ જમ્મુ-તાવી ટ્રેનમાં બોમ્બની અફવા ફેલાવનાર આરોપીનો ચોંકાવનારો ખુલાસો, જુઓ
જમ્મુ તાવી ટ્રેનમાં બોમ્બ હોવાનો કંટ્રોલ રુમને ફોન આવતા જ દોડધામ મચી ગઈ હતી. મહેસાણા રેલવે સ્ટેશન પર ટ્રેનમાં તપાસ શરુ કરવામાં આવી હતી અને તેમાંથી કોઈ જ શંકાસ્પદ ચીજ કે બોમ્બ નહીં મળતા પોલીસ અને મુસાફરોને રાહત સર્જાઈ હતી. પોલીસે ઊંઝાથી અમિત નામના શખ્શને ઝડપી લઈને તેની તપાસ શરુ કરતા તેણે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. જેને લઈ હવે પોલીસે અમિત સામે કાર્યવાહી શરુ કરી છે.
મહેસાણા રેલવે સ્ટેશન પર જમ્મુ તાવી ટ્રેનનું ચેકિંગ કર્યા બાદ તેમાં બોમ્બ નહીં હોવાનું સ્પષ્ટ થતા ટ્રેનને રવાના કરવામાં આવી હતી. બીજી તરફ પોલીસે ઊંઝાથી આરોપી અમિતની ધરપકડ કરી લીધી હતી. જેણે ટ્રેનમાં બોમ્બ હોવાનો ફોન કર્યો હતો. શરુઆતમાં ટ્રેનમાં પોતાનો સામાન રહી જવાનો અને ટ્રેન ચુકી જતા તેને રોકવાનો પ્રયાસનુ કારણ બતાવ્યુ હતુ. પરંતુ હવે તેણે પોલીસ પૂછપરછમાં મોટો ખુલાસો કર્યો છે.
આ પણ વાંચોઃ થર્ટી ફર્સ્ટને લઈ દારુની હેરાફેરી પર પોલીસની બાજ નજર, શામળાજી નજીકથી ઝડપાયો જથ્થો
આરોપી અમિતે બતાવ્યુ છે કે, તે આત્મહત્યા કરવા માંગતો હતો. આ માટેની તે દવાઓ પણ તેના પાર્સલમાંથી મળી આવી છે. સુગર અને બીપીની સમસ્યા તેમજ રોજગારીને લઈ પરેશાન હતો. જેથી તેને આત્મહત્યા કરવાના વિચારો આવતા હતા. એસપી અચલ ત્યાગીએ બતાવ્યુ હતુ કે, આરોપીની માનસિક સ્થિતિ ઠીક નથી અને તે જોધપુર પહોંચીને આત્મહત્યા કરવાનો ઈરાદો ધરાવતો હતો. હાલ તો પોલીસે તેને માનસિક સારવાર કરવા માટેનો પ્રયાસ શરુ કર્યો છે.