Surat : 2 બાળકને બનાવ્યા હવસનો શિકાર ! આરોપીએ બાળકોને રેલવે પાટા પર લઇ જઇ આચર્યું સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, જુઓ Video
સુરતમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. મહિલાઓ અને બાળકોની સુરક્ષાન બણગા ફૂંકતા હોય તેવી ઘટના સામે આવી છે. સુરતમાં બે બાળકો સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય થયું હોવાનો પર્દાફાશ થયો છે.
સુરતમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. મહિલાઓ અને બાળકોની સુરક્ષા સામે ચિંતા ઉપજાવે તેવી તેવી ઘટના સામે આવી છે. સુરતમાં બે બાળકો સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય થયું હોવાનો પર્દાફાશ થયો છે. ડીંડોલી પોલીસે રીઢા ગુનેગાર સુનિલ ઉર્ફે લોખંડિયા ખેરને ઝડપી પાડ્યો છે. નરાધમે ચોકલેટની લાલચ આપી 2 બાળકોને હવસનો શિકાર બનાવ્યા હતા. બાળકોને રેલવે પાટા પર લઈ જઈ સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર બંને બાળકોને મારી નાખવાની ધમકી પણ આપી હતી.
ઉલ્લેખનીય છે કે સુરતમાં 2 બાળકો સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરનાર આરોપી પકડાયો છે. આરોપીએ બાળકોને ધમકી આપીને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું હતુ. મળતી માહિતી અનુસાર બંને બાળકોને મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી છે.
