શામળાજીમાં નવા વર્ષે ભક્તોની મોટી ભીડ ઉમટી, પ્રથમ દિવસે ભગવાનને સુંદર સજાવાયા હતા

શામળાજી મંદિરે મોટી સંખ્યમાં ભક્તો નવા વર્ષને લઈ દર્શન કરવા માટે ઉમટ્યા હતા. વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો શામળાજી મંદિરે જામી હતી. દેવ ગદાધર શામળાજી વિષ્ણું મંદિરે દર્શન કરીને નવા વર્ષના આશિર્વાદ મેળવવા માટે ભક્તો દૂર દૂરથી શામળાજી પહોંચ્યા હતા. ભગવાન કાળિયા ઠાકોરને આજે સુંદર રીતે સજાવવામાં આવ્યો હતો.

| Updated on: Nov 14, 2023 | 8:09 PM

અરવલ્લી જિલ્લામાં આવેલ પ્રસિદ્ધ શામળાજી મંદિરે ભક્તોની મોટી ભીડ ઉમટી હતી. નવા વર્ષની વહેલી સવારથી જ ભક્તોની ભીડ જામી હતી. દિવસભર ભગવાન કાળીયા ઠાકોરના દર્શન કરવા માટે ભક્તોની લાંબી કતારો મંદિર પરિસરમાં જામી હતી. નવા વર્ષે ભગવાન વિષ્ણુંના આશિર્વાદ લેવાના ભાવ સાથે ભક્તો વર્ષના પ્રથમ દિવસે શામળાજી પહોંચતા હોય છે. જ્યાં શયન આરતી સુધી ભક્તોની ભીડ જામતી હોય છે.

આ પણ વાંચોઃ સાબરમતી નદીનો સાદોલિયા બ્રિજ હિંડોળા બ્રિજ તરીકે ઓળખાવા લાગ્યો! તોળાઈ રહ્યુ છે જોખમ

ભગવાન શામળિયાને સુંદર મજાના સોના ચાંદીના હિરા જડીત આભૂષણો સાથે સાજ શણગાર સજવામાં આવ્યો હતો. કાળિયા ઠાકરને શંખ, ચક્ર, ગદા, પદ્મ અને ભગવાનના ગળામાં શોભતી સુંદર વનમાળા થી શામળિયા ભગવાનનુ સુંદર સ્વરુપના દર્શન કરવા ભક્તો દુર દુરથી આવે છે. શામળાજી મંદિર માં મંગળવારે દિવસ દરમિયાન અલગ અલગ મનોરથો પણ કરવામાં આવે છે. આમ ખૂબ શ્રદ્ધા અને ભાવ સાથે ભક્તો ભગવાન શામળિયા ના દર્શન કરી ધન્ય બન્યા હતા.

 

અરવલ્લી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">