શામળાજીમાં ચાંદીના રથમાં ભગવાનની રથયાત્રા નીકળી, ભક્તોની ઉમટી ભીડ, જુઓ વીડિયો

શામળાજીમાં ચાંદીના રથમાં ભગવાનની રથયાત્રા નીકળી, ભક્તોની ઉમટી ભીડ, જુઓ વીડિયો

| Updated on: Jul 07, 2024 | 12:06 PM

ભગવાન શામળાજી મંદિરના પ્રાંગણમાં ભક્તોની ભીડ સાથે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ. ભગવાન માટે નવો ચાંદીનો રથ તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં ભગવાનને બિરાજમાન કરીને શામળાજી મંદિરના પરિસરમાં નિકાળવામાં આવ્યો હતો.

શામળાજીમાં રથયાત્રા દરવર્ષની પરંપરા મુજબ યોજવામાં આવી હતી. ભગવાન શામળાજી મંદિરના પ્રાંગણમાં ભક્તોની ભીડ સાથે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ. ભગવાન માટે નવો ચાંદીનો રથ તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં ભગવાનને બિરાજમાન કરીને શામળાજી મંદિરના પરિસરમાં નિકાળવામાં આવ્યો હતો.

રાજ્યસભાના સાંસદ અને મંદિરના ટ્રસ્ટી મયંક નાયક સહિત ટ્રસ્ટી સિદ્ધાર્થ પટેલ અને ચેરમેન દિલીપભાઈ ગાંધી સહિતનાઓએ રથ ખેંચીને પ્રસ્થાન કરાવ્યું હતુ. અષાઢી બીજને લઈ શામળાજીમાં ભક્તોની ભીડ પણ દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી હતી.

આ પણ વાંચો: શામળાજી-ચિલોડા હાઈવે પર જોખમી ખાડાઓને લઈ MP એ યુદ્ધના ધોરણે સમારકામ કરવા NHAI ને પત્ર લખ્યો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jul 07, 2024 12:05 PM
g clip-path="url(#clip0_868_265)">