Rain : અમદાવાદમાં ભારે વરસાદ પડતા પૂર્વના અનેક રસ્તાઓ જળમગ્ન, પાણી ન ઓસરતા વાહન ચાલકોને મુશ્કેલી, જુઓ Video
અમદાવાદમાં ગઈકાલે મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં મોડી રાતથી વહેલી સવાર સુધી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વહેલી સવારે પાંચ વાગ્યા સુધી ધૂંઆધાર બેટિંગ કરી હતી. પૂર્વના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે.
અમદાવાદમાં ગઈકાલે મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં મોડી રાતથી વહેલી સવાર સુધી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વહેલી સવારે પાંચ વાગ્યા સુધી ધૂંઆધાર બેટિંગ કરી હતી. પૂર્વના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. અજિત મિલ ચાર રસ્તા આસપાસ પણ પાણી ભરાયા છે. તેમજ AMTS સહિત ખાનગી વાહનો પણ પાણીમાં ફસાયા છે.
અમદાવાદમાં ભારે વરસાદના કારણે અજિત મિલ, સરસપુર, કાંકરિયા સહિતના વિસ્તારોમાં પણ પાણી ફરી વળ્યું છે. સરસપુર વોરાના રોઝા પાસે પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ઓઢવ, નિકોલ, ન્યૂ મણિનગર વિસ્તારમાં ઠેર-ઠેર પાણી ભરાયા. વરસાદ બંધ થયાના કલાકો બાદ પણ પાણી ન ઓસરતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. રસ્તાઓ પાણીમાં જળમગ્ન થતા ભારે ટ્રાફિક જામનો પણ સામનો કરવો પડ્યો.
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા
બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. ગુજરાતમાં 7 અને 9 જૂને વરસાદ વરસવાની શક્યતા છે. જ્યારે 10 જૂને ગુજરાતમાં ચોમાસુ પ્રવેશ કરશે તેવી આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા છે.
