કેરી રસીયાઓને હવે નહીં જોવી પડે રાહ, ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સિઝનની પ્રથમ કેસર કેરીનું થયુ આગમન – વીડિયો

|

Mar 14, 2024 | 11:51 PM

કેસર કેરીના રસીયાઓએ હવે તેમની મનપસંદ કેરી માટે વધુ રાહ નહીં જોવી પડે. ગોંડલ માર્કટિંગ યાર્ડમાં કેસર કેરીનું સિઝનની સૌપ્રથમ આવકની શરૂઆત થઈ ગઈ છે. યાર્ડમાં આ સિઝનમાં સૌપ્રથમવાર 200 કેસર કેરીના બોક્સની આવક જોવા મળી છે.

કેરી રસીયાઓ અને તેમા પણ કેસર કેરીના સ્વાદ રસીયાઓએ હવે કેરી માટે બહુ રાહ નહીં જોવી પડે. રાજકોટના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સિઝનની સૌપ્રથમ કેસર કેરીની આવક શરૂ થઈ ગઈ છે. યાર્ડમાં ઉના પંથકમાંથી સૌપ્રથમવાર આ સિઝનની કેરીનુ આગમન થયુ છે. સિઝનનો પ્રથમ ફાલ જેને કહેવાય તે પ્રથમ કેસર કેરીના 200 બોક્સની યાર્ડમાં આવક જોવા મળી છે.

યાર્ડમાં 10 કિલો કેરીના બોક્સના 1900 થી 3000 સુધી ભાવ બોલાયા

કેરીના ભાવની જો વાત કરીએ તો 10 કિલોના બોક્સના ભાવ 1900/-થી લઈને 3000/- સુધી બોલાયા છે. જો કે આ વર્ષે કેસર કેરીની સિઝનનો એક સપ્તાહ મોટો પ્રારંભ થયો છે. વિષમ વાતાવરણની અસર કેરીના પાક પર પણ જોવા મળી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ વિષમ વાતાવરણ અને વચ્ચે માવઠાની સ્થિતિ આવી જતા આંબા પર ઓછુ ફ્લાવરિંગ જોવા મળ્યુ છે.

જો કે હાલ ગોંડલ યાર્ડમાં સિઝનની પ્રથમ કેસર કેરીનુ આજથી આગમન થયુ છે અને ખેડૂતોને ભાવ પણ સારા મળી રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 15-05-2024
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
મહાકાલના દર્શન કરતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન

આ પણ વાંચો: અંબાલાલ પટેલની આગાહી, ગુજરાતમાં આગામી સપ્તાહથી પડશે કાળઝાળ ગરમી- વીડિયો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article