Rajkot : શાળા સંચાલકોની વધુ એક બેદરકારી, પ્રવાસ દરમિયાન બસનો ડ્રાઈવર નશામાં હોવાનો વિદ્યાર્થીઓનો આરોપ, જુઓ Video
રાજ્યમાં વધુ એક શાળા સંચાલકોની બેદરકારીની ઘટના સામે આવી છે. રાજકોટની એક શાળામાંથી વિદ્યાર્થીઓને પ્રવાસ માટે ધારી ખાતે લઈ ગયા હતા. જેને લઈને વિદ્યાર્થીઓએ અનેક ખુલાસાઓ કર્યા છે. પ્રવાસ દરમિયાન બસનો ડ્રાઈવર નશામાં હોવાનો આરોપ કરવામાં આવ્યો છે.

વાલીઓએ કરી પોલીસ ફરિયાદ
દારુ પીધેલી હાલતમાં બસ ચલાવતા હોવાના વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યા છે. ધારી ગયેલા પ્રવાસ દરમિયાન ગંભીર બેદરકારી સામે આવી છે. ધોરણ 6 અને 7ના વિદ્યાર્થીઓને શાળા તરફથી પ્રવાસ લઈ ગયા હતા. વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર ડ્રાઈવરે બસને દિવાલ સાથે અથડાવ્યા હોવાનો દાવો કર્યો છે. નશામાં બસ ચલાવી વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુક્યા હતા. વાલીઓએ પોલીસ સ્ટેશન પહોંચી તપાસની માગ કરી હતી.