Surat : સુરતમાં સાકેત ચોકડી નજીક વિદ્યાર્થીઓ ભરલી બસનો સર્જોયો અકસ્માત, જુઓ Video

Surat : સુરતમાં સાકેત ચોકડી નજીક વિદ્યાર્થીઓ ભરલી બસનો સર્જોયો અકસ્માત, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2024 | 4:46 PM

સુરતમાં સાકેત ચોકડી નજીક વિદ્યાર્થીઓથી ભરેલી એક બસ અકસ્માતનો ભોગ બની છે. સ્કૂલ બસમાં આશરે 30 થી 40 વિદ્યાર્થીઓ સવાર હતા. જો કે બસને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી છે.

રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ફરી એક વાર અકસ્માતની ઘટના સામે આવી છે. સુરતમાં સાકેત ચોકડી નજીક વિદ્યાર્થીઓથી ભરેલી એક બસ અકસ્માતનો ભોગ બની છે. સુરતના દાંડી રોડ પર પડેલા ખાડામાં બસ ખાબકી હતી.જો કે બાળકોનું નસીબ એટલું સારું કે મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ હતી. બસને જોતાં જ આસપાસના રાહદારીઓ અને શાળાના શિક્ષકો મદદ માટે દોડી આવ્યા. ડ્રાઈવર કેબિનના દરવાજા અને ઈમરજન્સી વિન્ડોમાંથી બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ હતુ.

ક્રેનની મદદથી બસને બહાર કાઢવામાં આવી

અકસ્માતનો ભોગ બનેલી બસ મહારાજા અગ્રેસન ઈન્ટરનેશનલ સ્કૂલની હોવાનું સામે આવ્યું છે. બસ કતારગામ વિસ્તારના વિદ્યાર્થીઓને લઈને શાળાએ જઈ રહી હતી. દુર્ઘટના સમયે લગભગ 40 જેટલાં બાળકો બસમાં સવાર હોવાનું સામે આવ્યું છે. જો કે અન્ય વાહનચાલકો સમયસર મદદે દોડી આવતા બાળકોનો આબાદ બચાવ થયો છે. બસ ખાડામાં એ હદે ફસાઈ હતી કે તેને ખસેડવા માટે ક્રેનની મદદ લેવી પડી હતી.બાળકોના આબાદ બચાવ બાદ વિદ્યાર્થીઓના માતા-પિતા અને શાળા શિક્ષકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

g clip-path="url(#clip0_868_265)">