ચૂંટણી પહેલા જૂથવાદ ચરમસીમાએ ! રાજકોટ પૂર્વ બેઠક નો ‘આંતરિક જૂથવાદ’ ઠારવા ભાજપના રાષ્ટ્રીય સંગઠન મંત્રી બી.એલ.સંતોષ મેદાનમાં
રાજકોટ પૂર્વ બેઠક પર હાલ ભારે આંતરિક જૂથવાદ છે. પ્રધાન અરવિંદ રૈયાણી સામે એકજૂથ મેદાને છે, ત્યારે આંતરિક જૂથવાદને ઠારવા હાલ ભાજપ મથામણ કરી રહ્યું છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાં આંતરિક જૂથવાદ ઉડીને આંખે વળગ્યો છે. ગઈ કાલે ભાજપની સેન્સ પ્રક્રિયામાં રાજકોટની પૂર્વ બેઠક પર રસાકસી જોવા મળી હતી. ત્યારે ચૂંટણી પહેલા આ જૂથવાદ ઠારવા ભાજપના દિગ્ગજ નેતાઓ મેદાનમાં ઉતાર્યા છે. આજે ભાજપના રાષ્ટ્રીય સંગઠન મંત્રી બી.એલ.સંતોષ રાજકોટની મુલાકાતે છે. આ દરમિયાન તેઓ રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠકના કાર્યકરો સાથે મુકાત કરશે, તો હોદ્દેદારો,વોર્ડના હોદ્દેદારો અને શહેર સંગઠન સાથે પણ મુલાકાત કરશે. મહત્વનું છે કે રાજકોટ પૂર્વ બેઠક પર હાલ ભારે આંતરિક જૂથવાદ છે. પ્રધાન અરવિંદ રૈયાણી સામે એકજૂથ મેદાને છે. તમને જણાવી દઈએ કે, ગઇકાલે 22 જેટલા દાવેદારોએ ઉમેદવારી નોંધાવી હતી.
રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠકના કાર્યકરો સાથે કરશે મુલાકાત
આ પહેલા ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષ ચૂંટણી પહેલા ગાંધીનગરમાં મેરેથોન બેઠક માટે ગાંધીનગર મુલાકાતે આવ્યા હતા. આ બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ પણ હાજર રહ્યા હતા. તેમની ઉપસ્થિતિમાં પ્રદેશ મોર્ચાથી લઈ પ્રદેશ નેતાઓ સુધી અલગ- અલગ બેઠક યોજાઈ હતી.
(વીથ ઈનપૂટ -મોહિત ભટ્ટ, રાજકોટ)