AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: અમૂલ દૂધમાં 2 રૂપિયા ભાવ વધ્યા બાદ છૂટક વેચનારાઓએ લીટરે 5 રૂપિયાનો વધારો ઝીંકી દીધો

1 માર્ચ, 2022 થી અમૂલ દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કરાયો છે. અમૂલ ગોલ્ડની કિંમત 500 મિલી. દીઠ રૂા.30, અમૂલ તાજાની કિંમત 500 મિલી. દીઠ રૂ. 24 અને અમૂલ શક્તિની કિંમત 500 મિલી. દીઠ રૂ.27 કરવામાં આવી છે.

Rajkot: અમૂલ દૂધમાં 2 રૂપિયા ભાવ વધ્યા બાદ છૂટક વેચનારાઓએ લીટરે 5 રૂપિયાનો વધારો ઝીંકી દીધો
છૂટક દુધના ભાવમાં લીટરે 5 રૂપિયાનો વધારો
Mohit Bhatt
| Edited By: | Updated on: Mar 05, 2022 | 1:47 PM
Share

દેશમાં અમૂલ દૂધ (Amul) ના ભાવ (price) માં વધારો કરવામાં આવ્યો છે જેની સીધી જ અસર હવે છુટક દૂધ (milk) વેચતા વિક્રેતાઓમાં પણ જોવા મળી છે. રાજકોટ (Rajkot) ના છૂટક દૂધના વિક્રેતા (Retailer) ઓએ દૂધના ભાવમાં 5 રૂપિયાનો વધારો કર્યો છે જેના કારણે દૂધનો ભાવ લીટરે 45 રૂપિયા પહોંચી ગયો છે. દૂધના ભાવમાં વધારો થતા સામાન્ય માણસ પર મોંધવારીનો વધુ એક માર પડ્યો છે.

ઉલ્લેખનીય છે કે 1 માર્ચ, 2022 થી અમૂલ દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કરાયો છે. અમદાવાદ અને સૌરાષ્ટ્રની માર્કેટોમાં અમૂલ ગોલ્ડની કિંમત 500 મિલી. દીઠ રૂા.30, અમૂલ તાજાની કિંમત 500 મિલી. દીઠ રૂ. 24 અને અમૂલ શક્તિની કિંમત 500 મિલી. દીઠ રૂ.27 કરવામાં આવી છે.

પાંચ વર્ષથી ભાવવધારો નથી થયો

અમૂલ દૂધના ભાવ વધારા બાદ માલધારીઓએ છૂટક દૂધના ભાવમાં પણ વધારો કરી દીધો છે. આ ભાવવધારને યોગ્ય ગણાવતા માલધારી સમાજના અગ્રણી રણજીત મુંધવાએ કહ્યું હતું કે છૂટક દૂધ વેચતા માલધારીઓએ છેલ્લા પાંચ વર્ષમાં દૂધના ભાવમાં વધારો કર્યો નથી. કોરોનાના કપરાં કાળમાં પણ માલધારી સમાજે પોતાના જીવની પરવા કર્યા વગર લોકોને દૂધ પુરૂ પાડ્યું છે, ત્યારે હવે મોંઘવારી પ્રમાણે આ ભાવ વધારો ખૂબ જ જરૂરી છે.

ગાયના દૂધના ભાવ લીટરે 40 અને ભેંસના દૂધના ભાવ લીટરે 50 હોવા જોઇએ

માલધારી સમાજના અગ્રણી રાજુ જુંજાએ કહ્યું હતું કે પશુઓનો ખોરાક ખોળ, કપાસિયા અને ખાણ સહિતના ભાવમાં ધરખમ વધારો થયો છે. જેના પ્રમાણમાં દૂધના ભાવ ખૂબ જ ઓછા છે. ગાયના દૂધના ભાવ લીટરે 40 રૂપિયા અને ભેંસના દૂધના લીટરે 50 રૂપિયા થવા જોઇએ. લોકોએ પણ સહકાર આપીને આ ભાવવધારો માન્ય રાખવો જોઇએ.

આ પણ વાંચોઃ સુરત : પાંડેસરા માતા-પુત્રી પર રેપ અને હત્યા કેસ મામલો, સજાની સુનાવણી આગામી 7મી માર્ચના રોજ થશે

આ પણ વાંચોઃ Ahmedabad: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે ગુજરાત, નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમમાં ખેલમહાકુંભનો કરાવશે શુભારંભ

g clip-path="url(#clip0_868_265)">