Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: સૌરાષ્ટ્રમાં સર્જાઈ શકે છે પેટ્રોલ-ડીઝલની અછત, પેટ્રોલ-ડીઝલના પંપધારકોને સપ્લાય બંધ કરાતા મુશ્કેલી

Rajkot: સૌરાષ્ટ્રમાં સર્જાઈ શકે છે પેટ્રોલ-ડીઝલની અછત, પેટ્રોલ-ડીઝલના પંપધારકોને સપ્લાય બંધ કરાતા મુશ્કેલી

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 10, 2022 | 7:01 AM

સૌરાષ્ટ્રના સાત જિલ્લા માટે અચાનક પેટ્રોલ-ડીઝલનો પુરવઠો બંધ કરાયો છે. જામનગર જિલ્લાના વાડીનાર ખાતે આવેલી નાયરા કંપની દ્વારા અચાનક પેટ્રોલ-ડીઝલનો પૂરવઠો બંધ કરાયો છે.

યુક્રેન-રશિયા યુદ્ધની (Ukraine-Russia war) અસર હવે દુનિયાના અન્ય દેશો પર પણ વર્તાઇ રહી છે. ભારતમાં ખાસ કરીને ગુજરાતમાં ઈંધણ પર પણ યુક્રેન-રશિયા યુદ્ધની અસર જોવા મળી રહી છે. યુદ્ધના કારણે સૌરાષ્ટ્રમાં (Saurashtra) પેટ્રોલ-ડીઝલ (Petrol-diesel) ની અછત સર્જાય તેવી શક્યતા દેખાઈ રહી છે.

નાયરા કંપની દ્વારા અચાનક સપ્લાય બંધ

સૌરાષ્ટ્રમાં પેટ્રોલ-ડીઝલની અછત સર્જાઈ શકે છે. સૌરાષ્ટ્રના સાત જિલ્લા માટે અચાનક પેટ્રોલ-ડીઝલનો પુરવઠો બંધ કરાયો છે. જામનગર જિલ્લાના વાડીનાર ખાતે આવેલી નાયરા કંપની દ્વારા અચાનક પેટ્રોલ-ડીઝલનો પૂરવઠો બંધ કરાયો છે. વાડીનાર ન્યારા કંપની રાજકોટ,જુનાગઢ,જામનગર,પોરબંદર,દેવભુમિ દ્રારકા,અમરેલી,દિવમાં પેટ્રોલ ડિઝલની સપ્લાય અચાનક બંધ કરી દેવામાં આવી છે. પેટ્રોલ-ડીઝલની સપ્લાય બંધ થતા પેટ્રોલ પંપ સંચાલકોની મુશ્કેલીઓ વધી છે.

પેટ્રોલપંપ સંચાલકોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી

મહત્વનું છે કે વાડીનાર ખાતે આવેલી નાયરા એનર્જી અત્યારે રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની મુખ્ય સપ્લાયર છે. બીજી તરફ ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર એસોસિએશનના અરવિંદ ઠક્કરે કહ્યું, જો નાયરાથી સપ્લાય નહીં મળે તો પેટ્રોલપંપ ડ્રાય થવાનું ચાલુ થઈ જશે. મુશ્કેલીમાં મુકાયેલા પેટ્રોલપંપ સંચાલકોએ આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે. એસોસિયેશન વતી રાજ્યના પુરવઠા વિભાગને પત્ર લખી સત્વરે પગલાં પગલા ભરવાની માગ કરાઈ છે.

આ પણ વાંચો-

Ahmedabad : 11 થી 13 માર્ચ દરમ્યાન RSS ની પ્રતિનિધિ સભાનું આયોજન, સરસંઘચાલક મોહન ભાગવત ઉપસ્થિત રહેશે

આ પણ વાંચો-

જયેશ રાદડિયા સામે ચાર સહકારી આગેવાનો મેદાને જિલ્લા બેંકની ભરતીમાં લગાવ્યો ગેરરિતીનો આક્ષેપ

g clip-path="url(#clip0_868_265)">