Narmada: સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં 32 સેમીનો વધારો, ડેમની જળસપાટી 131.18 મીટરે પહોંચી
ગુજરાતમાં (Gujarat) સાર્વત્રિક વરસાદ (Rain) વરસ્યો છે. જેના પગલે રાજ્યના નદી-નાળા છલકાયા છે. તો રાજ્યના વિવિધ ડેમોમાં પણ પાણીની આવક વધી છે.
ગુજરાતની (Gujarat) જીવાદોરી સમાન નર્મદા ડેમમાં (Narmada Dam) પાણીની આવક વધી છે. બીજી તરફ ઉપરવાસમાં પણ સારા એવા વરસાદના (Rain) પગલે ડેમમાં પાણીની આવકમાં વધારો થઇ રહ્યો છે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે પાણીની આવકમાં વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં જળસ્તરમાં 32 સેમીનો વધારો થયો છે. સરદાર સરોવર નર્મદા ડેમની (Sardar Sarovar Dam) જળસપાટી 131.18 મીટરે પહોંચી છે.
નર્મદા ડેમમાં પાણીની આવક વધી
રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર થઇ રહી છે. જેના પગલે રાજ્યના વિવિધ જળાશયોમાં પાણીની આવક થઇ રહી છે. ત્યારે સરદાર સરોવર ડેમમાં પણ પાણીની આવકમાં વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં ડેમના જળસ્તરમાં 32 સેમીનો વધારો થયો છે. સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 131.18 મીટરે પહોંચી છે. સરદાર સરોવરમાં પાણીની આવક 90,674 ક્યુસેક છે. તો ડેમમાં કુલ પાણીનો સ્ટોરેજ 3,510 મિલિયન ક્યુબીક મીટર છે. સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધતા 1200 મેગાવોટ વીજ ઉત્પાદનની ક્ષમતા ધરાવતા રિવરબેડ પાવર હાઉસના તમામ યુનિટ શરૂ કરાયા છે.
રાજ્યમાં 100 ટકા ભરાયેલા જળાશયો
રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે રાજ્યના નદી-નાળા છલકાયા છે. તો રાજ્યના ડેમોમાં પણ પાણીની આવક વધી છે. કચ્છ જિલ્લાના અબડાસામાં જગડીયા ડેમ 100 ટકા ભરાયો છે. પોરબંદરનો સોરઠી ડેમ 100 ટકા ભરાયેલો છે. નવસારીના વાંસદામાં આવેલો જૂજ ડેમ 100 ટકા ભરાયો છે. કચ્છના બેરાચીયા ડેમ અને ભરૂચના ઝઘડીયાના ધોલી ડેમમાં 100 ટકા પાણી ભરાયુ છે. નવસારીના વાંસદામાં કેલીયા ડેમ અને કચ્છના અબડાસાનો મીતી ડેમ 100 ટકા ભરાયો છે. કચ્છના મૂંદ્રામાં આવેલો ગજોદ ડેમ 100 ટકા ભરાયો છે. કચ્છ નખત્રાણાનો ગજાસર ડેમ 100 ટકા ભરાયો છે. જામનગરનો વગાડીયા ડેમ પણ 100 ટકા ભરાયો છે.
