Rain News : સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 137.30 મીટરે પહોંચી, 10 દરવાજા ખોલાયા, 27 ગામને એલર્ટ, જુઓ Video
ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં વધારો છે. નર્મદા ડેમ 94 ટકા ભરાયો છે. ઉપરવાસમાંથી 2,47,848 ક્યુસેક પાણીની આવક થતા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે.
ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં વધારો છે. નર્મદા ડેમ 94 ટકા ભરાયો છે. ઉપરવાસમાંથી 2,47,848 ક્યુસેક પાણીની આવક થતા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. હાલ નર્મદા ડેમની સપાટી 137.30 મીટરે પહોંચી છે. જેના પગલે નર્મદા ડેમના ફરી 10 ગેટ 2.5 મીટર ખોલવામાં આવ્યા છે. નર્મદા નદીમાં 2,16,941 ક્યુસેક પાણીની જાવક કરવામાં આવી છે. નર્મદા ડેમમાં 24 કલાકમાં 31 સેમીનો વધારો થયો છે.
ઉલ્લેખનીય છે કે નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 છે. જેથી હવે નર્મદા ડેમ મહત્તમ સપાટીએ પહોંચવામાં 1.38 મીટર બાકી છે. ડેમમાં પાણીની આવકનો વધારો થતા નર્મદા નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. જેના પગલે કોઈ દુર્ઘટના ન સર્જાય એટલે નર્મદા અને વડોદરાના 27 ગામોને એલર્ટ કરાયા છે. તેમજ તંત્ર દ્વારા સ્થાનિકોને નદીકાંઠા પર ન જવા માટે અપીલ કરી છે.
