AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gir somnath : પ્રાચી તીર્થની સરસ્વતી નદીમાં ઘોડાપૂર, માધવરાય ભગવાનનું મંદિર ફરી જળમગ્ન

Gir somnath : પ્રાચી તીર્થની સરસ્વતી નદીમાં ઘોડાપૂર, માધવરાય ભગવાનનું મંદિર ફરી જળમગ્ન

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2022 | 12:50 PM
Share

ગીર સોમનાથ (Gir somnath) જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. સતત ભારે વરસાદને કારણે જિલ્લાની અનેક નદીઓ બે કાંઠે વહી રહી છે. પ્રાચી તીર્થની સરસ્વતી નદીમાં પણ ઘોડાપૂર આવ્યું છે. પૂરને કારણે પ્રાચી તીર્થમાં આવેલું માધવરાય ભગવાનનું મંદિર ફરી જળમગ્ન થયુ છે.

હવામાન વિભાગની (Meteorological Department) આગાહી અનુસાર વરસાદ (Rain) ગુજરાતમાં અનેક વિસ્તારને તરબોળ કરી રહ્યો છે. રાજ્યના છેલ્લા 24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ વરસ્યો છે. મેઘરાજાએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં (Saurashtra) ધબધબાટી બોલાવી છે. ગીરસોમનાથ (Gir somnath) જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. વરસાદના પગલે ગીર સોમનાથમાં નદી-નાળાઓ છલકાઇ ગયા છે.

માધવરાય ભગવાનનું મંદિર પાણીમાં ગરકાવ

ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. સતત ભારે વરસાદને કારણે જિલ્લાના અનેક નદીઓ બે કાંઠે વહી રહી છે. ત્યારે ભારે વરસાદને કારણે પ્રાચી તીર્થની સરસ્વતી નદીમાં પણ ઘોડાપૂર આવ્યું છે. નદીમાં પૂરને કારણે પ્રાચી તીર્થમાં આવેલું માધવરાય ભગવાનનું મંદિર ફરી જળમગ્ન થયું છે. સંપૂર્ણ મંદિર પાણીમાં ગરકાવ થયું છે. તો જળમગ્ન બનેલા માધવરાય ભગવાનના દર્શન કરી ભાવિકોએ ધન્યતા અનુભવી હતી.

બે દિવસ ભારે વરસાદની આગાહી

રાજ્યમાં વરસાદને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી બે દિવસ મેઘરાજા ફરી ગુજરાતમાં તોફાની બેટિંગ બોલાવશે. હવામાન વિભાગનું માનીયે તો આગામી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલું જ નહીં વરસાદ સાથે કેટલાક વિસ્તારોમાં 40 કિમીની ઝડપે પવન ફુંકાશે તેવી આગાહી કરવામાં આવી છે. હવાનું હળવુ દબાણ સક્રિય થતા રાજ્યમાં વરસાદી માહોલ રહેશે તેવી હવામાન વિભાગે માહિતી આપી છે.

g clip-path="url(#clip0_868_265)">