પંચમહાલના જંગલમાંથી મળ્યા સંજીવની દૂધના પેકેટ, કલેક્ટરે તપાસના આદેશ આપ્યા, જુઓ Video
જિલ્લા અને તાલુકા કક્ષાએથી તપાસ કરવામાં આવશે. પાઉચના બેચ નંબર આધારે દૂધ કઈ શાળા અથવા કંઈ આંગણવાડીને આપવામાં આવ્યું હતું તે અંગેની તપાસ થશે. તપાસ બાદ રિપોર્ટના આધારે કડક કાર્યવાહી કરાશે. હજુ સુધી વહીવટી તંત્રની ટીમે ઘટનાસ્થળની મુલાકાત લીધી નથી.
Panchmahal : ઘોઘંબામાં ફરી TV9ના અહેવાલની અસર થઈ. જંગલ વિસ્તારમાં સંજીવની દૂધના (Sanjeevani milk) પેકેટ ફેંક્યાના અહેવાલ પ્રસારિત થયા બાદ તંત્ર દોડતું થયું છે. ઘોઘંબાના માલુ ગામ નજીક જંગલમાંથી સંજીવની દૂધના પેકેટ મળી આવતા કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે.
જિલ્લા અને તાલુકા કક્ષાએથી તપાસ કરવામાં આવશે. પાઉચના બેચ નંબર આધારે દૂધ કઈ શાળા અથવા કંઈ આંગણવાડીને આપવામાં આવ્યું હતું તે અંગેની તપાસ થશે. તપાસ બાદ રિપોર્ટના આધારે કડક કાર્યવાહી કરાશે. હજુ સુધી વહીવટી તંત્રની ટીમે ઘટનાસ્થળની મુલાકાત લીધી નથી. ત્યારે પ્રજાના મનમાં અનેક સવાલ ઉભા થાય છે કે, બાળકોને કેમ ન આપ્યા દૂધના પેકેટ, તો જંગલમાં દૂધના પેકેટ કોણ ફેંકી ગયું? જવાબદારો સામે કાર્યવાહી થશે કે કેમ? શું આવી રીતે બાળકોને કુપોષણમાંથી બહાર લવાશે?
પંચમહાલ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સરકાર આ પાકની ખેતી પર 10 લાખ રૂપિયા આપશે મફત, જલ્દી અરજી કરો

આમળાનું તેલ નાખવાથી વાળમાં થાય છે આ ફાયદો

પપૈયા સાથે ન ખાઓ આ વસ્તુઓ, સ્વાસ્થ્ય પર થશે ખરાબ અસર

વોર્ડરોબમાં નથી તો આ વસ્તુઓ આજે જ લઈ આવો, નહિતર ફેશનમાં રહી જશો પાછળ

સુરતમાં 2655 કિલો સાબુમાંથી બનાવાઇ ગણેશજીની પ્રતિમા

કેદારનાથની થીમ પર થયો ગણેશ મંડપનો શણગાર, જુઓ Video