Breaking News : બનાસકાંઠાની નકલી ઘીની ફેકટરીમાંથી 7 ડબ્બા બનાસ ડેરીના માર્કાવાળા મળ્યા, 3 આરોપીની ધરપકડ, જુઓ Video
બનાસકાંઠાના ડીસાના ટેટોડા ગામે નકલી ઘીની ફેકટરી ઝડપાવાના મુદ્દે ખુલાસા થયા છે. બનાસ ડેરીના લેબલવાળા ડબ્બામાં નકલી ઘીના વેચાણનો ખુલાસો થયો છે. SOG પોલીસે ભેળસેળ કરનારા ત્રણ આરોપીની ધરપકડ કરી છે.
બનાસકાંઠાના ડીસાના ટેટોડા ગામે નકલી ઘીની ફેકટરી ઝડપાવાના મુદ્દે ખુલાસા થયા છે. બનાસ ડેરીના લેબલવાળા ડબ્બામાં નકલી ઘીના વેચાણનો ખુલાસો થયો છે. SOG પોલીસે ભેળસેળ કરનારા ત્રણ આરોપીની ધરપકડ કરી છે. નકલી ઘીની ફેક્ટરીમાંથી બનાસ ડેરીના માર્કાવાળા ડબ્બા મળી આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે બનાસ ડેરીના નામે નકલી ઘીનો રાજ્યભરમાં વેચાણ કરતા હોવાનો પર્દાફાશ થયો છે. બનાસ ડેરીના માર્કાવાળી ઘીના 7 ડબ્બા ફેકટરીમાંથી મળ્યા હતા. તેમજ SOGએ મુદ્દામાલ સહિત 2.83 લાખનો જથ્થો જપ્ત કર્યો છે.
ડીસાના ગ્રામ્ય વિસ્તારમાંથી 500 કિલો શંકાસ્પદ ઘી જપ્ત કર્યું હતું. શંકાસ્પદ ઘીની ફેકટરી અંગે પોલીસને બાતમી મળી હતી. તેના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. શંકાસ્પદ ઘી સહિતનો મુદ્દામાલ કરવામાં જપ્ત કર્યો છે. પોલીસના દરોડાથી જિલ્લાનું ફૂડ વિભાગ ઊંઘતું ઝડપાયું હતું.
