ગાંધીનગરઃ સફાઈ કર્મીઓ છે, પરંતુ સાવરણાં જ નથી! આખરે પંચાયત સામે હડતાળ શરુ કરી
ગાંધીનગર શહેર નજીક આવેલા ઉવારસદ વિસ્તારમાં સફાઈ કર્મીઓ હડતાળ પર ઉતર્યા છે. સફાઈ કર્મીઓને સફાઈ કામ માટે પૂરતા પ્રમાણમાં સાધનો નહીં મળવાને લઈ હડતાળ પર ઉતર્યા છે. સફાઈ કર્મીઓ સફાઈ કરવી કેવી રીતે એ સૌથી મુશ્કેલી છે. આ માટે સ્થાનિક ગ્રામ પંચાયતને અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ જ ઉકેલ નહીં આવતા હડતાળ કરાઈ છે.
ગાંધીનગરના ઉવારસદમાં સફાઈ કર્મીઓ હડતાળ પર ઉતર્યા છે. સફાઈ કરવા માટે તેમની પાસે પૂરતા પ્રમાણમાં સાધનો જ નથી. સફાઈ કરવા માટે જરુરી એવા સાવરણાં જેવા સાધનો પણ ગ્રામ પંચાયત દ્વારા નહીં આપવામાં આવતા સફાઈ કર્મીઓમાં રોષ વ્યાપ્યો હતો. અનેકવાર પંચાયતને અને સરપંચને કહેવા છતાં પણ કોઈ ઉકેલ આવતો નહોતો.
આ પણ વાંચો: ગુજરાતના આ શહેરમાં સ્વચ્છતા માટે નવી પહેલ, વેસ્ટમાંથી ‘બેસ્ટ’ કોલસાનું પ્રોડક્શન શરુ કર્યુ
ઉવારસદના 20 જેટલા સફાઈ કર્મીઓએ હડતાળનો વિરોધ કર્યો છે. તેઓએ કહ્યુ હતુ કે, તેમનો પગાર માત્ર 2500 રુપિયા જેટલો છે, જે પણ સમયસર થઈ શકતો નથી. તો વળી સફાઈ કર્મીઓ દ્વારા સાધનો અને પગાર માટે અનેકવાર સરપંચને રજૂઆત કરી છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Jan 27, 2024 05:42 PM
