Sabarkantha News : સાબર ડેરીએ વાર્ષિક ભાવફેર કર્યો જાહેર, પશુપાલકોએ ભાવફેર ઓછો હોવાને લઇને કર્યો હોબાળો, જુઓ Video
સાબર ડેરીએ વાર્ષિક ભાવફેર જાહેર કર્યા બાદ બબાલ થઈ છે. અગાઉ સાબર ડેરી દ્વારા 258 કરોડની જાહેરાત કરવામાં આવી હતી. આજે સાબર ડેરીએ બીજા તબક્કાના ભાવફેર પેટે 344 કરોડ જાહેર કર્યો છે. સાબર ડેરી દ્વારા કુલ 602 કરોડ રુપિયા વાર્ષિક ભાવફેર જાહેર કરાયો છે.
સાબરડેરીની સાધારણ સભામાં ભાવફેર મુદ્દે હોબાળો થયો છે. સાબર ડેરીએ વાર્ષિક ભાવફેર જાહેર કર્યા બાદ બબાલ થઈ છે. અગાઉ સાબર ડેરી દ્વારા 258 કરોડની જાહેરાત કરવામાં આવી હતી. આજે સાબર ડેરીએ બીજા તબક્કાના ભાવફેર પેટે 344 કરોડ જાહેર કર્યો છે. સાબર ડેરી દ્વારા કુલ 602 કરોડ રુપિયા વાર્ષિક ભાવફેર જાહેર કરાયો છે.
પશુપાલકોએ ભાવફેર ઓછો હોવાને લઈને હોબાળો કર્યો છે. સાબરડેરીના ચેરમેનના જણાવ્યા અનુસાર આ વર્ષે 140 રુપિયા ભાવ ફેરના નિમીતે ચુકવવામાં આવ્યો છે. જ્યારે ગત વર્ષે 133 રુપિયા ભાવ ફેર ચુકવવામાં આવ્યો છે. ભાવફેરની જાહેર થયા બાદ આગામી 3 તારીખે પશુપાલકોને ભાવફેર ચુકવવામાં આવશે. આજે સાબરડેરીના એમડી દ્વારા કાયદાકીય સલાહના આધારે ખાસ સાધારણ સભા બોલાવવામાં આવી હતી.
Latest Videos
Latest News