સાબરકાંઠાઃ ભાજપના ઉમેદવાર શોભના બારૈયાનો દાવો, ભીખાજી ઠાકોરના મને આશીર્વાદ
સાબરકાંઠા લોકસભા બેઠક પરથી ભાજપે ઉમેદવારને બદલીને મહિલાને તક આપી છે. ગુજરાતી શાળાના શિક્ષિકાને ભાજપે મેદાને ઉતાર્યા છે. જોકે હવે ભારતીય જનતા પાર્ટીએ નવા ઉમેદવારનું નામ જાહેર કરવાને લઈ સ્થાનિક સ્તરે વિરોધને સહન કરવો પડ્યો છે. આ દરમિયાન નવા ઉમેદવાર શોભના બારૈયાએ પૂર્વ ઉમેદવારના આશીર્વાદ હોવાનું કહ્યુ છે.
સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપે ઉમેદવારને બદલ્યા છે અને પુરુષને બદલે મહિલા ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. લોકસભાની બેઠક પરથી ભાજપે ગુજરાતી શાળાના શિક્ષિકા અને પૂર્વ ધારાસભ્યની પત્ની શોભના બારૈયાને તક આપી છે. તેઓ શિક્ષિત પરિવારમાંથી આવે છે અને જેને તેઓની પર ભાજપે પસંદગી ઉતારી હોવાનું માનવામાં આવી રહ્યુ છે.
આ પણ વાંચો: સાબરકાંઠા બેઠક પર ભાજપે ગુજરાતી શાળાના શિક્ષિકા શોભનાબા બારૈયાને ઉતાર્યા મેદાને, જાણો
ભાજપના ઉમેદવાર શોભના બારૈયાએ એક કહ્યુ છે કે, તેમને ભાજપના પૂર્વ ઉમેદવાર ભીખાજી ઠાકોરના આશીર્વાદ છે. તેઓ મારા મોટા ભાઇ છે અને તેઓએ મને બહેન તરીકે આશીર્વાદ આપ્યા છે. તેઓ તેમને સાથે લઈને ચાલશે એમ પણ કહ્યુ છે. આમ ભીખાજીના સમર્થકોના વિરોધ વચ્ચે શોભના બારૈયાએ મહત્વનું નિવેદન એક સવાલના જવાબમાં કર્યુ હતુ.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos
Latest News