Rain News : મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, જુઓ Video

|

Sep 02, 2024 | 9:54 AM

હવામાન વિભાગની આગાહી વચ્ચે મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ખાનપુર, કડાણા, સંતરામપુર, લુણાવાડા, વીરપુર સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. જો કે વાવણી સમયે વરસાદ વરસતા ખેડૂતોના ચહેરા પર ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

તાપીમાં જોવા મળ્યો વરસાદી માહોલ

બીજી તરફ તાપી જિલ્લામાં બે દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ સર્જાયો છે. વ્યારા, વાલોડ, ડોલવણ તેમજ સોનગઢ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ડોલવણ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ડોલવણ તાલુકામાંથી ઓલન નદી ફરી બે કાઠે પસાર થતી જોવા મળી છે. ભારે વરસાદને પગલે નદી કોતરોમાં ભરપૂર પાણીની આવક થઈ છે.

દક્ષિણ ગુજરાતમાં અપાયુ ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. આજે દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. બીજી તરફ 3 સપ્ટેમ્બરે અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

Next Video