Gir Somnath : બારે મેઘ ખાંગા ! ધોધમાર વરસાદથી નદીઓ બની ગાંડીતૂર, તાલાલામાં આંબળાશ ગામ બેટમાં ફેરવાયું, જુઓ Video
હવામાન વિભાગની ભારેની આગાહી વચ્ચે ગીર સોમનાથ જિલ્લામાં બારે મેઘ ખાંગા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સૂત્રાપાડા, ઊના, કોડીનાર, વેરાવળ, ગીરગઢડા તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે.
હવામાન વિભાગની ભારેની આગાહી વચ્ચે ગીર સોમનાથ જિલ્લામાં બારે મેઘ ખાંગા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સૂત્રાપાડા, ઊના, કોડીનાર, વેરાવળ, ગીરગઢડા તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. જંગલ વિસ્તારમાં ભારે વરસાદને પગલે રૂપેણ નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું છે. તો પ્રાચીમાં સરસ્વતી નદીનો પ્રચંડ પ્રવાહ જોવા મળી રહ્યો છે.
સાંબેલાધાર વરસાદ ખાબકતા તાલાલાનું આંબળાશ ગામ બેટમાં ફેરવાયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ગામની ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ છે. અને લોકોનું ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે.
આ તરફ વેરાવળના ભેરાળા ગામમાં પણ રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. રસ્તા પર જળબંબાકારની સ્થિતિને પગલે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. શાળાએ જતા બાળકોએ પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
જળબંબાકારની સ્થિતિ તાલાલાના આંકોલવાડીના ગીર ગામમાં પણ જોવા મળી. અહીં ગામ નજીકથી પસાર થતા મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. ગીર ગામના ખેતરો બેટમાં ફેરવાયા છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
