Ahmedabad : પ્રદૂષિત પાણીના મુદ્દે મનપાની સામાન્ય સભામાં થયો હોબાળો, જુઓ Video

author
| Edited By: | Updated on: Mar 27, 2025 | 2:36 PM

અમદાવાદમાં મનપાની સામાન્ય સભામાં હોબાળો થયો છે. પ્રદૂષિત પાણીનો મુદ્દો ઉછળતા હોબાળો થયો છે. પ્રદૂષિત પાણી ભરેલી બોટલ સાથે વિપક્ષે રજૂઆત કરી છે. શહેરના અનેક વિસ્તારમાં પ્રદૂષિત પાણી મળવાનો વિપક્ષનો આરોપ છે.

અમદાવાદમાં મનપાની સામાન્ય સભામાં હોબાળો થયો છે. પ્રદૂષિત પાણીનો મુદ્દો ઉછળતા હોબાળો થયો છે. પ્રદૂષિત પાણી ભરેલી બોટલ સાથે વિપક્ષે રજૂઆત કરી છે. શહેરના અનેક વિસ્તારમાં પ્રદૂષિત પાણી મળવાનો વિપક્ષનો આરોપ છે. વોટર કમિટીના ચેરમેન તમામ આક્ષેપોને નકાર્યા છે. હોબાળા બાદ બેઠક સમેટી લેતા વિપક્ષમાં આક્રોશ જોવા મળ્યો હતો.

પ્રદૂષિત પાણીનો મુદ્દો ઉછળતા હોબાળો

વિપક્ષનો આક્ષેપ છે કે કોટ વિસ્તાર સહિત દાણીલીમડા, સરસપુર, ગોમતીપુર તેમજ ખોખરામાં લોકો પ્રદૂષિત પાણીથી પરેશાન છે. અગાઉ પણ આ મુદ્દે રજૂઆત કરાઈ છે. પરંતુ ચોખ્ખુ પાણી અપાઈ રહ્યું નથી અને પરિણામે લોકો રોગનો ભોગ બની રહ્યાં છે. જો કે બીજી તરફ વોટર કમિટીના ચેરમેન દ્વારા આ આક્ષેપોને નકારવામાં આવ્યા છે. તેમનું કહેવુ છે કે મધ્ય ઝોનમાં ગલીઓ ખૂબ જ સાંકડી હોઈ છે. ડ્રેનેજ લાઈન અને પાણીની લાઈનો ખૂબ નજીક છે. ક્યારેક ડ્રેનેજ લાઈન ઉભરાઈ જતા આ પ્રકારની સમસ્યાઓ સર્જાય છે. પરંતુ બીજી તરફ આ દિવસે ફરિયાદનો નિકાલ કરી દેવાય છે.

વિપક્ષમાં રોષનો માહોલ

અમદાવાદના આવા વિસ્તારોમાં ગટર લાઈન બદલવા ટેન્ડર પ્રક્રિયા પણ હાથ ધરાઈ હોવાનું સામે આવ્યું છે. વોટર કમિટી ચેરમેન જણાવ્યુ છે કે જો આ મુદ્દે ચર્ચા કરવાના બદલે બેઠક સમેટી લેવાતા વિપક્ષમાં રોષ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો