Rajkot Video : ઘેડ પંથકના નાગરિકો માટે રાહતના સમાચાર ! 1400 કરોડ વિકાસ માટે ફાળવ્યા હોવાનું મનસુખ માંડવિયાનું નિવેદન

Rajkot Video : ઘેડ પંથકના નાગરિકો માટે રાહતના સમાચાર ! 1400 કરોડ વિકાસ માટે ફાળવ્યા હોવાનું મનસુખ માંડવિયાનું નિવેદન

| Edited By: | Updated on: Jul 05, 2025 | 11:24 AM

ચોમાસામાં દર વર્ષે ઘેડ પંથકમાં પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે પૂરના પાણીથી પરેશાન ઘેડ પંથકના નાગરિકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે.

ચોમાસામાં દર વર્ષે ઘેડ પંથકમાં પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે પૂરના પાણીથી પરેશાન ઘેડ પંથકના નાગરિકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાનો દાવો છે કે ટૂંક સમયમાં ઘેડ પંથકના તમામ પ્રશ્નોનો ઉકેલ આવશે.રાજકોટમાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન માંડવિયાએ જાણકારી આપી કે ઘેડ પંથકમાં પૂરનું સંકટ ટાળવા કેન્દ્રએ 1400 કરોડની માતબર રકમ ફાળવી છે. આ રકમ દ્વારા ઘેડના પ્રશ્નોનો ઉકેલ લવાશે.

ઘેડ પંથકના નાગરિકો માટે રાહતના સમાચાર

તો બીજી તરફ રાજકોટ-જેતપુર નેશનલ હાઈવે પર પડેલા ખાડાના પ્રશ્નોને માંડવિયાએ સ્વીકાર્યા છે. માંડવિયાએ કબૂલાક કરી છે કે ખાડાને પગલે લોકોને નડતી હાલાકીથી તે વાકેફ હોવાનું સ્વીકાર્યું છે. આ મામલે તેઓએ દાવો કર્યો કે સિકસલેનનું કામ ચાલુ હોવાથી આ સમસ્યા સર્જાઈ છે. જેનો પણ ટૂંક સમયમાં ઉકેલ આવી જવાની ખાતરી તેઓએ આપી છે.

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો