અમદાવાદ પૂર્વથી કોંગ્રેસના લોકસભા ઉમેદવાર રોહન ગુપ્તાના પિતાએ કોંગ્રેસમાંથી આપ્યુ રાજીનામુ- વીડિયો
અમદાવાદ: 40 વર્ષ સુધી કોંગ્રેસ પાર્ટીના સભ્ય રહ્યા બાદ રાજકુમાર ગુપ્તાએ કોંગ્રેસમાંથી અચાનક રાજીનામુ ધરી દીધુ છે. રાજકુમાર ગુપ્તા આ ચૂંટણીમાં કોંગ્રેસના અમદાવાદ પૂર્વથી લોકસભા ઉમેદવાર રોહન ગુપ્તાના પિતા છે
કોંગ્રેસના અમદાવાદ પૂર્વના લોકસભા ઉમેદવારના પિતાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યુ છે. રોહન ગુપ્તા આ ચૂંટણીમાં કોંગ્રેસના અમદાવાદ પૂર્વથી લોકસભાના ઉમેદવાર છે. તેમના પિતા રાજકુમાર ગુપ્તાએ 40 વર્ષ કોંગ્રેસ પાર્ટીના સભ્ય રહ્યા બાદ આજે અચાનક રાજીનામુ આપ્યુ છે. તેમણે નાદુરસ્ત તબિયતના કારણે રાજીનામુ આપ્યુ હોવાનો ઉલ્લેખ છે. તેઓ કોંગ્રેસમાં મહામંત્રી, ઉપપ્રમુખ અને ખજાનચીના પદે રહી ચુક્યા છે.
છેલ્લા કેટલાય સમયથી હોસ્પિટલના બિછાને હોવાથી રાજીનામાનો નિર્ણય
હાલ તેમના પુત્ર લોકસભામાં કોંગ્રેસના ઉમેદવાર છે અને પિતાએ રાજીનામુ ધરી દીધુ છે. હાલ તેમની તબિયત સારી ન રહેતી હોવાથી તેમણે આ નિર્ણય કર્યો હોવાનું જણાવાઈ રહ્યુ છે. તેઓ છેલ્લા કેટલાક દિવસથી ગંભીર રીતે બીમાર છે અને હોસ્પિટલના બીછાને છે. ત્યારે તેમણે તબિયત સાથ ન આપતી હોવાથી કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામુ આપ્યુ છે. જો કે સૂત્રો દ્વારા એવીપણ જાણકારી છે કે અમદાવાદ પૂર્વની બેઠકને લઈને તેઓ નારાજ હતા. કોંગ્રેસે રોહન ગુપ્તાને અમદાવાદ પૂર્વથી ટિકિટ આપી છે જ્યારે ભાજપે એ બેઠક પરથી હસમુખ પટેલને રિપીટ કર્યા છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો