AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લો બોલો તસ્કરોએ ભગવાનને પણ ન છોડ્યા, ઈસ્કોન મંદિરમાંથી ઘરેણાની કરી ચોરી- Video

લો બોલો તસ્કરોએ ભગવાનને પણ ન છોડ્યા, ઈસ્કોન મંદિરમાંથી ઘરેણાની કરી ચોરી- Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 12, 2024 | 11:28 PM
Share

વડોદરામાં તસ્કરો બેફામ બન્યા છે, કાયદાનો જાણે કોઈ ડર જ ન હોય તેમ ચોરીને બેખૌફ અંજામ આપી રહ્યા છે. શહેરના સુપ્રસિદ્ધ ઈસ્કોન મંદિરના ગર્ભગૃહમાંથી ઘરેણાની ચોરી કરીને તસ્કરો ફરાર થયા છે. પોલીસે ઘટનાના સીસીટીવી મેળવી તપાસ હાથ ધરી છે.

વડોદરામાં તસ્કરોનો આતંક વધી રહ્યો છે. હવે તો ભગવાનને પણ તસ્કરો છોડતા નથી. વડોદરા શહેરમાં આવેલા ઈસ્કોન મંદિરમાં તસ્કરોએ હાથફેરો કર્યો છે. મંદિરના ગર્ભગૃહમાંથી તસ્કરો ભગવાનના ઘરેણાની ચોરી કરી ફરાર થયા છે. ગર્ભગૃહના દરવાજાનો નકુચો તોડીને તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો. મંદિરમાંથી ચાંદીની ગાય, ચાંદીનો બાજોટ, સોનાની ચેઈન સહિત અન્ય ઘરેણાની ચોરી કરી તસ્કરો ફરાર થયા છે. પોલીસે ચોરીનો ગુનો નોંધી ઘટનાના સીસીટીવી મેળવી તપાસ હાથ ધરી છે.

શહેર ડીસીપી યુવરાજસિંહ જાડેજાના જણાવ્યા મુજબ મંદિરમાંથી આશરે દોઢ લાખની કિંમતના દાગીનાની ચોરી થઈ છે. હાલ પોલીસની અલગ અલગ ટીમ મોકલી તપાસ હાથ ધરી છે. અને સીસીટીવી સર્વેલન્સને આધારે ચોરનું પગેરુ મેળવવાની તજવીજ હાથ ધરાઈ છે.

આ પણ વાંચો: રાજકોટના ઢોરવાડામાં જીવતી ગાયો બની હાડપીંજર, રોજ પાંચથી વધુ ગાયના મોત, દુર્દશા માટે જવાબદાર કોણ ?- Video

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Apr 12, 2024 11:26 PM
g clip-path="url(#clip0_868_265)">