ભાવનગરના ઘોઘાથી હજીરા વચ્ચે રો-રો ફેરી સર્વિસનો દશેરાથી પુન: પ્રારંભ થશે

ભાવનગરના ઘોઘાથી હજીરા વચ્ચે રો-રો ફેરી સર્વિસનો દશેરાથી પુન: પ્રારંભ થશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2021 | 10:49 AM

ભાવનગર અને સુરત અવર જવરમાં સુગમતા અને સરળતા રહે તે માટે ઘોઘાથી હજીરા સુધીની રો-રો ફેરી સર્વિસ પુન: શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

દિવાળીના તહેવાર પહેલા સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ અને દક્ષિણ ગુજરાત માટે સારા સમાચાર છે. જેમાં 15 ઓક્ટોબરથી ઘોઘાથી હજીરા વચ્ચે રો-રો ફેરી સર્વિસનો પુન : આરંભ થશે. ભાવનગર અને સુરત અવર જવરમાં સુગમતા અને સરળતા રહે તે માટે ઘોઘાથી હજીરા સુધીની રો-રો ફેરી સર્વિસ પુન: શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

દશેરાના પર્વથી ફેરીનો પુન: પ્રારંભ થઇ રહ્યો છે. હજીરાથી ઘોઘા સુધીની મુસાફરી અંદાજે ચારથી પાંચ કલાકની થશે. હજીરાથી ઘોઘા આવવા માટે સવારે 8 કલાકે હજીરા ટર્મિનલથી ફેરી સર્વિસનો આરંભ થશે. જ્યારે ઘોઘાથી હજીરા જવા ,ઘોઘા ટર્મિનલથી બપોરે 3 કલાકે ફેરી સર્વિસ જળમાર્ગે રવાના થશે.

આ પણ વાંચો:હિના પેથાણી હત્યા કેસ,આરોપી સચિન દીક્ષિતને 12 વાગ્યે કોર્ટમાં લઇ જવામાં આવશે

આ પણ વાંચો: સુરતના દારૂની રેડ પ્રકરણમાં પીએસઆઇને સસ્પેન્ડ કરાયા, તપાસમાં બેદરકારીની ફરિયાદ

Published on: Oct 11, 2021 10:46 AM
g clip-path="url(#clip0_868_265)">