Rajkot : બ્લિંકિટના સ્ટોરેજમાંથી ઝડપાયો 10 લિટર અખાદ્ય દૂધનો જથ્થો, મનપાએ નોટિસ ફટકારી, જુઓ Video
ગુજરાતમાં અનેક વાર નકલીની ભરમાળ સામે આવતી હોય છે. ત્યારે વધુ એક વાર રાજકોટમાંથી અખાદ્ય જથ્થો ઝડપાયો છે. રાજકોટમાં બ્લિંકિટના સ્ટોરેજમાંથી અખાદ્ય દૂધનો જથ્થો ઝડપાયો છે.
ગુજરાતમાં અનેક વાર નકલીની ભરમાળ સામે આવતી હોય છે. ત્યારે વધુ એક વાર રાજકોટમાંથી અખાદ્ય જથ્થો ઝડપાયો છે. રાજકોટમાં બ્લિંકિટના સ્ટોરેજમાંથી અખાદ્ય દૂધનો જથ્થો ઝડપાયો છે. બ્લિંકિટ કોમર્સ પ્રાઇવેટ લિમિટેડના સ્ટોરેજ પર RMCએ તપાસ હાથ ધરી હતી. ત્યારે મનપાના આરોગ્ય વિભાગના ચેકિંગમાં અખાદ્ય જથ્થો મળ્યો છે.
ખરાબ થઈ ગયેલા ટેટ્રા પેક દૂધનો જથ્થો મળી આવ્યો હતો. મળતી માહિતી અનુસાર આરોગ્ય વિભાગે 10 લિટર અખાદ્ય દૂધના જથ્થાનો નાશ કર્યો છે. સ્ટોરમાં વસ્તુઓ હાઈજેનિક રીતે સ્ટોરેજ ન થતા મનપાએ નોટિસ ફટકારી હતી.
ઉલ્લેખનીય છે કે રાજકોટ ખાતે આવેલા બ્લિંકિટ કોમર્સ પ્રાઇવેટ લિમિટેડના સ્ટોરેજ પર RMCની તપાસ હાથ ધરી હતી. મનપાના આરોગ્ય વિભાગના ચેકિંગમાં અખાદ્ય જથ્થો મળ્યો છે. આરોગ્ય વિભાગે 10 લિટર અખાદ્ય દૂધના જથ્થાનો નાશ કર્યો છે.
