ખેડૂતોની આવક બમણી કરવાના સરકારના દાવા વચ્ચે ખાતરના ભાવમાં ભડકો, ખેડૂતોના હાલ બેહાલ

| Edited By: | Updated on: May 17, 2026 | 2:14 PM

એકતરફ સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાના દાવા કરવામાં આવે છે, બીજી તરફ ખાતરના ભાવમાં ભડકો થતા ખેડૂતોના હાલ બેહાલ થયા છે. એક તરફ ખેડૂતોને તેમના પાકના પૂરતા ભાવ મળતા નથી બીજી તરફ ખાતરના ભાવ વધતા ખેડૂતોને એક સાંધે ત્યા તેર તૂટે જેવી સ્થિતિ છે.

સમગ્ર દેશમાં એકતરફ મોંઘવારીનો માર બીજી તરફ , પેટ્રોલ, ડીઝલ, CNG, દૂધના ભાવમાં વધારો ઝીંકાયો છે ત્યા બીજી તરફ હવે ખાતરના ભાવમાં પણ વધારો ઝીંકવામાં આવ્યો છે. વિવિધ ખાતરોના ભાવમાં ધરખમ વધારો થતા ખેડૂતો ચિંતિત બન્યા છે. મહત્વનું છે કે પોટાશ, SP ખાતર, એમોનિયા ખાતર સહિતના ભાવમાં 700 થી 1000 રૂપિયા સુધીનો વધાર થતા ભાવ બમણા થયા છે. ખેડૂતોનો આરોપ છે કે એકતરફ સરકરા ખેડૂતોની આવક બમણી કરવાના દાવા કરે છે પરંતુ મોંઘવારીનો માર ખેડૂતોને રડાવી રહ્યો છે. ખાતરના ભાવ વધવાથી ખેડૂતોને ખેતી કરવી જ મુશ્કેલ બની છે. રાજ્યમાં એકતરફ વારંવાર આવતા માવઠાને કારણે પાક નુકસાની વેઠવી પડે છે. પોતાના પાકના સારા ભાવ ન મળતા ખેડૂતોને ખોટ સહન કરવી પડી છે આ બધુ ઓછુ હોય ત્યાં ખાતરના ભાવમાં પણ તોતિંગ વધારો થયો જેના કારણે ખેડૂતોને ગુજરાન ચલાવવુ પણ મુશ્કેલ બન્યુ છે.

રાજકોટના ધોરાજી તાલુકાના ખેડૂતે તેમની વ્યથા વ્યક્તા કરતા જણાવ્યુ કે હાલ ખેડૂતોની સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે તેઓ ભાવ વધારો કરતા ખાતર ખરીદી શક્તા નથી. બીજી તરફ માલ વેચવા જાય તો પૂરતા ભાવ મળતા નથી. આજથી 10 વર્ષ પહેલા જે ભાવ હતા એ જ ભાવ આજે ચાલી રહ્યા છે. ખર્ચ દિવસે દિવસે વધી રહ્યો છે પરંતુ પોતાની ખેત પેદાશના ભાવ વધતા નથી જેના કારણે ખેડૂત દિવસે દિવસે પાયમાલી તરફ ધકેલાઈ રહ્યો છે.

છેલ્લા ઘણા સમયથી હવામાનમાં અનિશ્ચિતતા વધી છે. જેના કારણે આ પાક ઉત્પાદન પર અસર પડે તેવી ભીતિ સર્જાઈ છે. ખેડૂતોનું કહેવુ છે કે વધી રહેલા ભાવવધારા વચ્ચે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળતુ નથી. જેના કારણે ખેડૂતો ભાવ વધારો પરત ખેંચવાની માગ કરી રહ્યા છે.

શું અમેરિકાને હવે ભારતની જરૂર નથી? ચીનની ચાપલુસી થી ટ્રમ્પે કરી દીધુ સાફ.. હવે શું કરશે ભારત?

Published on: May 17, 2026 01:56 PM
Follow Us