AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું અમેરિકાને હવે ભારતની જરૂર નથી? ચીનની ચાપલુસી થી ટ્રમ્પે કરી દીધુ સાફ.. હવે શું કરશે ભારત?

અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ચીની રાષ્ટ્રપતિ શી ચિનફિંગની મુલાકાતથી અમેરિકા-ચીન સંબંધોમાં આવેલી નરમાશથી ભારતની કૂટનીતિ પર સવાલ ઉઠી રહ્યા છે. ભારતે તેની વ્યુહાત્મક સ્વાયત્તતા જાળવી રાખવા માટે યુરોપિયન યુનિયન અને આસિયાન જેવા અન્ય ભાગીદારો સાથે તેના સંબંધો મજબૂત કરવા પડશે.

શું અમેરિકાને હવે ભારતની જરૂર નથી? ચીનની ચાપલુસી થી ટ્રમ્પે કરી દીધુ સાફ.. હવે શું કરશે ભારત?
| Updated on: May 17, 2026 | 3:14 PM
Share

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ચીન મુલાકાતે સ્પષ્ટ કરી દીધુ છએ કે અમેરિકાને હવે ભારતની જરૂર નથી. અત્યાર સુધી લગભગ તમામ અમેરિકી સરકારો ચીન વિરુદ્ધ ભારતને એક વિકલ્પ તરીકે જોતી હતી. આ કારણે અમેરિકાની કોશિશ ભારતને ચીનની સમકક્ષ રાખવાની રહેતી હતી. અમેરિકાને લાગતુ હતુ કે ચીન તેમના માટે ખતરો બની શકે છે, એવામાં તે ભારતને એક શક્તિ તરીકે ચીન સામે મુકી રહ્યુ હતુ, જે ચીનના ઉદયને અટકાવી શકે. જો કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ચીન પ્રવાસે અમેરિકી વિદેશ નીતિને બદલી નાખી છે. તેમણે ચીનને દોસ્ત બનાવવાની કોશિશ કરી છે, જે ભારત માટે એક મોટો કૂટનીતિક ઝટકો હોઈ શકે છે.

ભારતની ખાસ રણનીતિક સ્થિતિ

ભારત આ સમયે દુનિયાની મોટી તાકતો વચ્ચે સંતુલન બનાવી ચાલી રહ્યુ છે. છેલ્લા થોડા મહિનાઓથી ભારત અને ચીનના સંબંધોમાં થોડી નરમાશ જોવા મળી રહી છે. ભારતે ઈલેક્ટ્રોનિક્સ અને સોલર સેક્ટરમાં કેટલાક ચીની રોકાણો પર લાગેલા પ્રતિબંધોમાં ઢીલ આપી છે. સાથે જ બંને દેશો સીમા વિવાદ સ્થિર કરવાની કોશિશ કરી રહ્યા છે. આ તરફ ભારત અને અમેરિકાના આર્થિક સંબંધો સતત મજબૂત બનેલા છે. વર્ષ 2025-26 માં ભારતની અમેરિકામાં નિકાસ વધીને 87.3 અબજ ડૉલરે પહોંચી ગઈ છે. જ્યારે અમેરિકાની આયાત 52.9 અબજ ડૉલર રહી છે. અમેરિકા પણ ભારતનુ સૌથી મોટુ પશ્ચિમી ભાગીદાર છે.

અમેરિકાને ભારતની જરૂર નથી?

નિષ્ણાતોનું કહેવુ છે કે દાયકાઓ સુધી નવી દિલ્હીમાં અનેક લોકો એ ભ્રમમાં જીવી રહ્યા હતા કે અમેરિકા ને ચીનના મુકાબલે એક સંતુલન બનાવવા માટે ભારતની જરૂર છે. આથી વોશિંગ્ટન પાસે દિલ્હીને તેના પક્ષમાં રાખ્યા સિવાય કોઈ વિકલ્પ નથી. હવે એવુ લાગે છે કે આ ભ્રમ તૂટી રહ્યો છે. હકીકત એ છે કે વોશિંગ્ટન ભલે બીજીંગના વધતા પ્રભાવને ધીમે ધીમે સ્વીકાર કરી રહ્યો હોય, પરંતુ ભારતને તે બીજુ ચીન બનાવવા નથી માગતુ.

કિંગસ્ ઈન્સ્ટીટ્યુટની સિનિયર ફેલો તન્વી મદાનના જણાવ્યા અનુસાર ટ્રમ્પે તેના બીજા કાર્યકાળમાં એક તરફ ભારત અને ચીન વચ્ચે સામરિક સ્તર પર જારી નરમીને ગતિ આપી છે, તો બીજી તરફ ભારતના રણનીતિક વાતાવરણને અધિક જટિલ બનાવી દીધુ છે અને ચીન સાથે પ્રતિસ્પર્ધા કરવાની ભારતની ક્ષમતાના કેટલાક પહેલુઓને સીમિત પણ કર્યા છે.

ભારત સાથે ચીનવાળી ભૂલ નહીં કરે અમેરિકા

ટ્રમ્પ પ્રશાસનના વરિષ્ઠ અધિકારીએ હાલમાં જ સાફ શબ્દોમાં કહ્યુ, વોશિંગ્ટન ભારત સાથે ચીન જેવી સ્થિતિ નહીં દોહરાવે. અમેરિકાએ દાયકાઓ સુધી બજાર ખોલ્યા, મૂડીનું ટ્રાન્સફર કરી ચીનના ઉદયને સક્ષમ બનાવ્યો, આખરે તેને ખ્યાલ આવ્યો કે હકીકતમાં તેણે પોતાનો સૌથી મોટો વ્યુહાત્મક હરીફ બનાવ્યો છે. તે ભારત સાથે આવુ નહીં કરે. ભારતીય વ્યુહાત્મક વિચારસરણીએ આ કડવા સત્યનો સામનો કરવો પડશે.

ટ્ર્મ્પે બદલ અમેરિકાની વિદેશ નીતિ

જાણતી કૂટનીતિક વિશેષજ્ઞ બ્રહ્મા ચેલાનીએ X પર જણાવ્યુ, તેમની યાત્રા દરમિયાન અચાનક વિનમ્ર બની ગયેલા ટ્રમ્પ ચીન અને શી જિનપિંગની ભરપૂર પ્રશંસા કરી રહ્યા છે. ત્યાં સુધી કે તેમણે ચીની નેતાએ એવુ પણ કહ્યુ, “તમારા મિત્ર હોવુ મારા માટે ગર્વની વાત છે” આ નજારો ટ્રમ્પના એ જાણીતા અંદાજને બતાવે છે, જેમા ચીજો બદલાઈ જાય છે. અમેરિકાના મુખ્ય રણનીતિક પ્રતિસ્પર્ધી ને તો પ્રશંસા ને સન્માન બંને મળી રહ્યા છે. જ્યારે અમેરિકાના સહયોગી અને રણનીતિક ભાગીદારોને ઘણીવાર ફ્રીલોડર (મફતિયા), ગૌણ અથવા વિરોધી જેવો વર્તાવ કરવામાં આવે છે.

વરિષ્ઠ અમેરિકી અધિકારી એશ્લે ટેલિસ ના જણાવ્યા અનુસાર ટ્રમ્પના હાલના વ્યવહારથી ઉત્પન્ન થયેલી અનિશ્ચિતતાઓ સ્વાભાવિક રીત ભારતને વિચલીત કરી શકે છે અને તેને સંભવતઃ અમેરિકા સાથે નજીકની પાર્ટનરશીપ તરફ આગળ વધવાથી રોકી શકે છે.

ભારતને તૈયાર રહેવાની સલાહ

વિશેષજ્ઞોનું માનવુ છે કે ભારતે એક એવી દુનિયા માટે તૈયાર રહેવુ પડશે જ્યા તે એકલુ પડી શકે છે. રાહતની વાત એ છે કે ભારતે પહેલેથી જ આ વાસ્તવિક્તાને સમજી લીધી છે અને નવા પ્રાદેશિક જોડાણો અને મુક્ત વેપાર સમજૂતિઓ પર પુનર્વિચાર કરી રહ્યુ છે. તેનાથી ભારતને અમેરિકી-ચીની એકાધિકાર થી ક્યાંય પરે હશે. જો કે તેનો અર્થ એ નથી કે ભારત- અમેરિકી સંબંધોને પાછળ છોડી દેવામાં આવશે. અમેરિકા સાથે મજબુત સંબંધો જાળવી રાખવા સહિત એક મજબુત બેકઅપ યોજના પણ બનાવી રાખવી પડશે.

હાલ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પની બૈજીંગ યાત્રા અને ચીની રાષ્ટ્રપતિ સાથે તેમની ઉષ્માપૂર્ણ મુલાકાતે દુનિયાની રાજનીતિમાં નવી ચર્ચા શરૂ કરી દીધી છે. છેલ્લા કેટલાય મહિનાઓથી અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ, ટેકનોલોજી અને વ્યુહાત્મક મુદ્દાને લઈને તણાવની સ્થિતિ હતી. પરંતુ બેજીંગમાં બંને રાષ્ટ્રાધ્યક્ષોના બદલાયેલા તેવરે એ સંકેત તો આપી જ દીધા છે કે દુનિયાની બે સૌથી મોટી શક્તિઓ સંબંધોને સ્થિર કરવાની કોશિશ કરી રહી છે.

ટ્ર્મ્પે શી જીનપિંગને એક ‘મહાન નેતા’ અને મિત્ર ગણાવ્યા. જ્યારે ચીને પણ તેમનુ ભવ્ય સ્વાગત કર્યુ. એવા સમયે ભારતની સ્થિતિ અત્યંત મહત્વપૂર્ણ થઈ જાય છે. કારણ કે છેલ્લા કેટલાક વર્ષોમાં નવી દિલ્હી અમેરિકા અને ચીન બંને એ સાથે સંતુલિત સંબંધોની નીતિ અપનાવી છે.

એક તરફ ભારત અમેરિકા સાથે રક્ષા, વેપાર અને ઈન્ડો પેસિફ્ક રણનીતિમાં સહયોગ વધારી રહ્યો છે. બીજી તરફ ચીન સાથે સરહદીય તણાવ ઓછો કરવા આર્થિક સંબંધ સુધારવાની દિશામાં પણ કદમ ઉઠાવી રહ્યો છે. પરંતુ જો અમેરિકા અને ચીનના સંબંધોમાં નોંધપાત્ર સુધારો થાય છે તો ભારતના વ્યુહાત્મક મહત્વ પર અસર પડી શકે છે.

અમેરિકા-ચીનની નિકટતા ભારત માટે ચિંતા કેમ?

ભારતનું વ્યુહાત્મક મહત્વ ત્યારે વધી જાય છે જ્યારે અમેરિકા અને ચીન વચ્ચે સ્પર્ધા તેજ થાય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અમેરિકાએ ભારતને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનના મુકાબલે એક સંતુલન બનાવનારી તાકાતના રૂપે જોયુ. આ વિચારસરણીને કારમે ક્વાડ સમૂહ ફરીથી સક્રિય થઈ ગયુ. ક્વાડમાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા સામેલ છે. તેનો ઉદ્દેશ્ય ઈન્ડો પેસિફિક ક્ષેત્રમાં ચીનના વધતા પ્રભાવનો સામનો કરવાનું માનવામાં આવે છે.

પરંતુ જો અમેરિકા અને ચીન તેમના સંબંધો સુધારી લે છે તો અમેરિકા માટે ભારતની વ્યુહાત્મક જરૂરત ઓછી થઈ શકે છે. તેનાથી ભારતને મળનારા રાજનીતિક અને આર્થિક મહત્વને પ્રભાવિત કરી શકે છે. નિષ્ણાતો માને છેકે જો ચીન પર ટેરિફ ઓછો થઈ ગયો અને સપ્લાઈ ચેન ફરીથી સામાન્ય થઈ ગઈ તો વૈશ્વિક રોકાણકારો ભારતને બદલે ચીનની મજબુત મેન્યુફેક્ચરિંગ વ્યવસ્થાને વધુ પ્રાથમિક્તા આપી શકે છે.

Trump-Jinping Meeting: અબજો ડોલરની ડીલ માટે બે કટ્ટર હરીફો એક મંચ પર… વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થા પર દુનિયાની નજર

Follow Us
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
મોરબીમાં કેનાલ ઓવરફ્લો: પ્રિ-મોન્સુનની ખૂલી પોલ, રસ્તા બન્યા નદી
મોરબીમાં કેનાલ ઓવરફ્લો: પ્રિ-મોન્સુનની ખૂલી પોલ, રસ્તા બન્યા નદી
રાજકોટ: ચોમાસા પહેલાં એક્શનમાં મેયર, તમામ કોર્પોરેટરોને આપ્યા આદેશ
રાજકોટ: ચોમાસા પહેલાં એક્શનમાં મેયર, તમામ કોર્પોરેટરોને આપ્યા આદેશ
જામનગરની મહિલાનો, શિવ સાક્ષાત્કારનો દાવો પોકળ !
જામનગરની મહિલાનો, શિવ સાક્ષાત્કારનો દાવો પોકળ !
મહિલા PSIએ માર માર્યો ત્યારે ગુજરાત યુનિવર્સિટી પોલીસ શું કરતી હતી ?
મહિલા PSIએ માર માર્યો ત્યારે ગુજરાત યુનિવર્સિટી પોલીસ શું કરતી હતી ?
g clip-path="url(#clip0_868_265)">