Ahmedabad : શહેરમાં પોલીસ અધિકારીઓ દ્વારા કરાયુ કોમ્બિંગ, ગુજરાતમાં 24 દિવસમાં 18 હત્યાની બની ઘટના, જુઓ Video

| Edited By: | Updated on: Nov 19, 2024 | 11:20 AM

અમદાવાદ શહેરમાં વધતી ગુનાખોરીને ડામવા અને ગુનેગારોમાં ધાક બેસાડવા અંતે મોડે જાગેલી અમદાવાદ શહેર પોલીસે હવે કડક પગલાં લેવાની શરૂઆત કરી છે. કાગડાપીઠ પોલીસ મથકના વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યુ છે.

અમદાવાદ શહેરમાં વધતી ગુનાખોરીને ડામવા અને ગુનેગારોમાં ધાક બેસાડવા અંતે મોડે જાગેલી અમદાવાદ શહેર પોલીસે હવે કડક પગલાં લેવાની શરૂઆત કરી છે. કાગડાપીઠ પોલીસ મથકના વિવિધ વિસ્તારોમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચ અને ઝોન 6 વિસ્તારના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું.આ સાથે અસામાજિક તત્વો તથા હિસ્ટ્રી શીટરોને ચેક કરવામાં આવ્યા હતા.

વધતી ગુનાખોરીથી રાજ્ય સરકાર નારાજ

રાજ્યમાં વધતી ગુનાખોરીના પગલે રાજ્ય સરકાર પણ નારાજ છે. વધતી ગુનાખોરી અટકાવવા ગૃહ વિભાગ પણ સક્રિય થયુ છે. આવનારા દિવસોમાં અન્ય અધિકારીઓ પર પણ પગલા લેવાઈ શકે છે. અમદાવાદના એલિસબ્રિજ અને કાગડાપીઠના PIને સસ્પેન્ડ કરાયા છે.

ગુજરાતમાં 24 દિવસમાં 18 હત્યાની ઘટના

રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. હત્યા, લૂંટ, ઘરફોડી ચોરી અને દુષ્કર્મના બનાવ વધ્યા છે. 24 દિવસમાં રાજ્યમાં 18 હત્યાના બનાવ બન્યા છે. છેલ્લા 22 દિવસમાં અમદાવાદમાં 10 હત્યાના બનાવ બન્યા છે. અમદાવાદ શહેરમાં 8 અને બોપલમાં 2 હત્યા થઈ છે. વર્ષ 2023માં 10 મહિનામાં 97 અને 2024માં 73 હત્યા થઈ છે. રાજ્યમાં એક દિવસમાં સરેરાશ 5થી 6 દુષ્કર્મની ઘટના સામે આવી છે.