જુનાગઢ તોડકાંડના કેસમાં ATSની તપાસમાં મોટો ખૂલાસો, આરોપી તરલ ભટ્ટના વિશ્વાસુએ 600 ખાતાની માહિતી આપી હોવાનુ ખૂલ્યુ- વીડિયો
જુનાગઢ ચકચારી તોડકાંડમાં ATSની તપાસમાં મોટો ખૂલાસો થયો છે. આરોપી તરલ ભટ્ટના અનેક કારનામામો ચોંકાવનારો ખૂલાસા થઈ રહ્યો છે. તરલ ભટ્ટના વિશ્વાસુ દીપ શાહની ધરપકડ કરવામાં આવી છે. આ દીપ શાહે તરલ ભટ્ટને 600થી વધુ બેંક ખાતાની માહિતી આપી હોવાનુ તપાસમાં ખૂલ્યુ છે.
જુનાગઢ બહુચર્ચિત અને ચકચારી તોડકાંડના કેસમાં ATS દ્નારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. માણાવદરના પૂર્વ PI અને CPI તરલ ભટ્ટના અનેક કારનામાનો ચોંકાવનારો ખૂલાસા થઈ રહ્યા છે. એટીએસએ તરલ ભટ્ટના વિશ્વાસુ દીપ શાહની ધરપકડ કરી છે. મૂળ ભાવનગરનો અને મુંબઈ રહેતા દીપ શાહે તરલ ભટ્ટને 600 થી વધુ બેંક ખાતાની માહિતી આપી હોવાનુ ખૂલ્યુ છે. દીપ શાહ ગુજરાત એટીએસથી બચવા માટે દુબઈ ભાગવાની ફિરાકમાં હતો.
માધુપુરા ક્રિકેટ સટ્ટાકાંડની તપાસમાં પણ દીપ શાહની લીધી હતી મદદ
માધુપુરા ક્રિકેટ સટ્ટાકાંડની તપાસમાં પણ દીપ શાહની મદદ લેવાઈ હતી. ક્રિકેટ સટ્ટામાં બેંક ખાતાના ઉપયોગ અંગે વેરિફિકેશન માટે દીપ શાહની મદદ લેવામાં આવી હતી. જુનાગઢ તોડકાંડમાં બેંક ખાતાની વિગતો દીપ શાહે આપી હતી. તરલ ભટ્ટ પકડાઇ જતા દીપ શાહે તમામ ફોન તોડીને પુરાવા નાશ કર્યા હતા. દુબઇથી ક્રિકેટ સટ્ટો ચલાવતા બિરજુ શાહે રૂપિયા મોકલ્યા હોવાનો પણ ખૂલાસો થયો છે. મુંબઇથી 97.94 લાખ અને ત્યારબાદ 9.84 લાખ આંગડિયાથી મોકલ્યા હોવાનુ ખૂલ્યુ છે. અન્ય એક ક્રિકેટ સટ્ટાના બુકી પાસેથી 37.78 લાખ તરલ ભટ્ટે મેળવ્યા હતા
દીપ શાહે તરલ ભટ્ટ વતી 40 લાખની રકમ સ્વીકારી- સૂત્ર
એટીએસએ પકડેલા તરલ ભટ્ટના વિશ્વાસુ દીપ શાહ મૂળ ભાવનગરનો છે અને મુંબઈમાં રહે છે. તરલ ભટ્ટના ઈશારે જે બેંક ખાતા ફ્રીઝ કરાયા હતા તે ખાતાધારક પાસેથી જે પૈસા ઉઘરાવવામાં આવતા હતા તેમાં લાખોની રકમ દીપ સ્વીકારતો હતો. અત્યાર સુધીમાં 40 લાખ જેટલી રકમ સ્વીકારી હોવાની સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે.
જુનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
