Morbi News : કેબલ બ્રિજ દુર્ઘટના મામલે મોટા સમાચાર, ઝુલતો પુલ રીસ્ટોર કરવાની પીડિત પરિવારની હાઈકોર્ટમાં માગ, જુઓ Video
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દુર્ઘટનાના પીડિતો અને પરિવારજનોએ બ્રિજ રીસ્ટોર કરવા અંગે હાઈકોર્ટમાં અરજી કરી છે.
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મોરબી પુલ દુર્ઘટના ઝુલતો પુલ તૂટી પડ્યો હતો. જેમાં 141 લોકોના મોત થયા હતા. મોરબીનો કેબલ બ્રિજ પાછો રીસ્ટોર કરવા માટે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે.
“બ્રિજ તૂટ્યો એ હેરિટેજ બ્રિજ હતો તેને પાછો ઊભો કરવામાં આવે” તેવી માગ સાથે હાઈકોર્ટમાં અરજી કરી છે. મહત્વની બાબત છે કે દુર્ઘટનાના પીડિતો અને પરિવારજનોએ જ બ્રિજ રીસ્ટોર કરવા માટે માગ કરી છે. પીડિતોની માગ છે કે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે વિભાગની ટેકનિકલ ટીમની દેખરેખ હેઠળ બ્રિજ બનાવવામાં આવે. આ સાથે જ અરજદારોએ અરજીમાં ઉલ્લેખ કર્યો છે કે ચોક્કસ સમયગાળામાં બ્રિજ નવેસરથી બનાવવામાં આવે. બ્રિજ ઉભો કરવામાં જે ખર્ચ થાય તે સંબંધિત પક્ષકારો પાસેથી સમકક્ષ રીતે વસૂલવામાં આવે તેવી પણ માગ કરી છે.
Latest Videos
Latest News