રાજકોટ વીડિયો : રાજકોટવાસીઓને રેલનગર બ્રિજ માટે જોવી પડશે રાહ, સમારકામની મુદત પૂર્ણ થઈ હોવા છતા કામગીરી બાકી
રેલનગર અંડરબ્રિજ હજુ 15 દિવસ મોડો શરૂ થશે.27 સપ્ટેમ્બરે સમારકામ માટે અંડરબ્રિજ બંધ કરવામાં આવ્યો હતો. જે હજુ પણ શરૂ કરવામાં આવ્યા છે. 27 નવેમ્બરે અંડરબ્રિજ બંધ થયાના 2 મહિના પૂર્ણ થઈ ચુક્યા છે. છતાં પણ હજુ કામગીરી પૂર્ણ થઈ નથી.રેલનગરવાસીઓને વધુ 15 દિવસ સુધી 5થી 6 કિલોમીટર ફરીને જવું પડશે.
રાજકોટના રેલનગરના રહેવાસીઓએ વધુ 15 દિવસ મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી સંભાવના છે. રેલનગર અંડરબ્રિજ હજુ 15 દિવસ મોડો શરૂ થશે. 27 સપ્ટેમ્બરે સમારકામ માટે અંડરબ્રિજ બંધ કરવામાં આવ્યો હતો. જે હજુ પણ શરૂ કરવામાં આવ્યા છે.
27 નવેમ્બરે અંડરબ્રિજ બંધ થયાના 2 મહિના પૂર્ણ થઈ ચુક્યા છે.છતાં પણ હજુ કામગીરી પૂર્ણ થઈ નથી.રેલનગરવાસીઓને વધુ 15 દિવસ સુધી 5થી 6 કિલોમીટર ફરીને જવું પડશે.
અંડરબ્રીજમાં જમીન અને બંને બાજુની દીવાલોમાંથી બારેમાસ પાણી લીક થતું હોવાથી વોટરપ્રુફિંગ કામગીરી હાલ ચાલી રહી છે.2017માં 17 કરોડ રૂપિયાના ખર્ચે બનાવેલા અંડરબ્રિજમાં 5 વર્ષની અંદર જ પાણી લીક જેવી સમસ્યા સામે આવી હતી.
વરસાદ બાદ રેલનગરબ્રિજમાં તળિયામાંથી પાણી બહાર આવતુ હોવાથી તેનું સમારકામ 27 સપ્ટેમ્બરના રોજ હાથ ધરવામાં આવ્યુ હતુ. રેલનગરબ્રિજના સમારકામમાં 2 મહિના સુધી અંડર બ્રિજ બંધ રાખવામાં આવ્યો હતો. જો કે બે મહિના પૂર્ણ થયા હોવા છતા પણ કામપૂર્ણ ન થતા રેલનગરવાસીઓને હાલાકીનો સામનો કરવો પડે છે.
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
