કડી છત્રાલ રોડ પર રેશમા ફેબ્રિક નામની કંપનીમાં આગ, ફાયર સેફ્ટીની સુવિધાઓ નહીં હોવાની ચર્ચા
કડી છત્રાલ રોડ ઉપર આવેલ રેશમા ફેબ્રિક નામની કંપનીમાં આગ લાગી છે. અગમ્ય કારણોસર સાંજના સમયે કંપનીના ગોડાઉનના આગ લાગતાં ફાયર વિભાગને જાણ કરવામાં આવી. ગણતરીની મિનિટોમાં આગે વિકરાળ સ્વરૂ પ ધારણ કરી લેતા અફરાતફરીનો માહોલ છવાયો છે. આ જ કંપનીમાં બે મહિનામાં બીજી વખત આગ લાગી છે.
મહેસાણાના કડી છત્રાલ રોડ ઉપર આવેલ રેશમા ફેબ્રિક નામની કંપનીમાં આગ લાગવાની ઘટના બની છે. સાંજના સમયે અગમ્ય કારણોસર કંપનીના ગોડાઉનના ઉપરના માળે આગ લાગી હતી. વિકરાળ આગથી ધુમાડાના ગોટેગોટા આકાશમાં જોવા મળ્યા હતા. બે મહિનામાં બીજી વખત આ જ કંપનીમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે.
આ પણ વાંચો : મહેસાણાના કડીમાં ભારે અવરજવર ધરાવતા રોડ પર રિક્ષાના સ્ટંટ કરાતો વીડિયો વાયરલ, જુઓ
કડી તેમજ કલોલ નગરપાલિકાના ત્રણ જેટલા ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચ્યા અને આગને ઓળવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. કંપનીમાં ફાયર સેફ્ટીની સુવિધાઓ નહીં હોવાની ચર્ચા ચાલી રહી છે. જોકે અગાઉ પણ આ પ્રકારની જ્યારે ઘટના ઘટી હતી ત્યારે કોઈ પ્રકારની તપાસ કરવામાં આવી છે કે કેમ તે હવે જોવું રહ્યું.

માર્કેટમાં આવી છે અવનવી ક્યુટ ઈયરિંગ્સ, જોઈને થશે ખાવાનું મન

ધીમા ચાલતા ગેસ બર્નરને મિનિટોમાં કરો સાફ, આ ટિપ્સ અપનાવો

આજનું રાશિફળ તારીખ 28-11-2023

ફોટો જગતના એક યુગનો અંત, ઝવેરીલાલ મહેતાનું નિધન

હાર્દિક પંડ્યાના નિર્ણયથી કેમ ગુસ્સે થયો આકાશ ચોપરા?

ડ્રાઈવિંગ કરતી વખતે આ ભૂલો કરવાથી માઈલેજને થાય છે અસર
Latest Videos