નડાબેટ ખાતે ગણતંત્ર દિવસની ઉજવણી, સીમાદર્શન માટે લોકોની ભીડ, જુઓ
અટારી બોર્ડરની જેમ જ બનાસકાંઠા જિલ્લાના નડાબેટમાં સરહદ ટુરીઝમનો વિકાસ થયો છે. નડાબેટ ખાતે ગણતંત્ર દિવસની ઉજવણી પ્રવાસીઓની હાજરીમાં શાનદાર રીતે થઈ હતી. ભારત પાકિસ્તાન બોર્ડર પર ધામધૂમથી ઉજવણી BSFના જવાનો દ્વારા કરવામાં આવી હતી. અહીં ગણતંત્ર દિવસે પણ સીમા દર્શનને લઈ લોકોની ભારે ભીડ હતી.
ભારત પાકિસ્તાન બોર્ડર પર સીમા દર્શન કરવા માટે મોટી ભીડ રહેતી હોય છે. અટારી બોર્ડરની જેમ હવે નડાબેટ ખાતે પણ મોટી ભીડ સીમા દર્શન માટે દેશભરમાંથી ઉમટતી હોય છે. છેલ્લા દોઢેક વર્ષમાં નડાબેટ ખાતે સરહદ ટુરીઝમનો ખૂબ જ વિકાસ થયો છે. જેને લઈ સીમા દર્શન માટે મોટી સંખ્યામાં ઉમટતા હોય છે.
આ પણ વાંચો: રામ મંદિરની પ્રતિષ્ઠા થતા હિંમતનગરમાં પ્રસાદ વિતરણ, 1 લાખ પરિવારોના ઘરે પહોંચાડાશે
ગણતંત્ર દિવસે પણ મોટી સંખ્યામાં લોકો સીમા દર્શન માટે નડાબેટ ખાતે ઉમટ્યા હતા. ગણતંત્ર દિવસની ઉજવણી અહીં BSFના જવાનોએ શાનદાર રીતે કરી હતી.જેને પ્રવાસીઓની મોટી સંખ્યાએ નીહાળી હતી. દેશભક્તિના કાર્યક્રમ અહીં યોજાયા હતા. જેને લઈ એક અલગ જ માહોલ અહીં રચાયાનો અહેસાસ પ્રવાસીઓને થતો હતો.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Jan 26, 2024 08:12 PM
Latest Videos
"હું સર્કસનો નહીં, જંગલનો વાઘ બનીને રહેવા માગુ છુ એટલે ક્યારેય ભાજપમાં
હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ
અંબાજી પંથકમાં વકર્યો રોગચાળો,ઝેરી મલેરિયાના કેસમાં સતત ઉછાળો
અમદાવાદની હવા ઝેરી બની, સૌથી વધુ AQI એરપોર્ટ વિસ્તારમાં 197 નોંધાયો
