અમદાવાદના ઇતિહાસમાં પ્રથમ વખત એકસાથે 37 બ્રિજનું સમારકામ કરાશે, જુઓ વીડિયો

|

Jul 14, 2024 | 2:16 PM

ઇતિહાસમાં પ્રથમ વાર એક સાથે 37 બ્રિજનું સમારકામ હાથ ધરવામાં આવનાર છે. 1892 થી અત્યાર સુધીમાં નિર્માણ કરવામાં આવેલા અને જર્જરીત થયેલા બ્રિજને રિપેર કરવામાં આવનાર છે. પૂર્વ વિસ્તારમાં આવેલા બ્રિજનું પ્રાથમિક તબક્કામાં સમારકામ હાથ ધરવામાં આવનાર છે.

અમદાવાદમાં ઇતિહાસમાં પ્રથમ વાર એક સાથે 37 બ્રિજનું સમારકામ હાથ ધરવામાં આવનાર છે. 1892 થી અત્યાર સુધીમાં નિર્માણ કરવામાં આવેલા અને જર્જરીત થયેલા બ્રિજને રિપેર કરવામાં આવનાર છે. પૂર્વ વિસ્તારમાં આવેલા બ્રિજનું પ્રાથમિક તબક્કામાં સમારકામ હાથ ધરવામાં આવનાર છે. જેમાં રેલવે અન્ડરપાસ, રેલવે ઓવરબ્રિજ, માઈનોર બ્રિજ, ફ્લાય ઓવરબ્રિજના સમારકામ હાથ ધરવામાં આવનાર છે.

જોઈન્ટ એક્સપાનશન, પેરા પીટ વોલ, રિટેઈનિંગ વોલ સહિતના સમારકામ કરવામાં આવનાર છે. ગિરધરનગર, જમાલપુર, સારંગપુર અને અસારવા સહિતના મહત્વના બ્રિજના સમારકામ શરુ કરવામાં આવનાર છે. અમદાવાદ શહેરમાં કૂલ 88 બ્રિજ આવેલા છે. જેમાં 69 બ્રિજનું નિરીક્ષણ ગાઈડલાઈન પ્રમાણે કરવામાં આવેલ છે.

આ પણ વાંચો: ઉત્તર ગુજરાતના ડેમ-જળાશયોમાં નવા પાણી નહીં આવતા ચિંતા, ધરોઈ, સીપુ અને દાંતીવાડાની જાણો સ્થિતિ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 2:10 pm, Sun, 14 July 24

Next Video