Ahmedabad: દર્દીઓની સંખ્યા વધ્યા બાદ ભરતીની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ

અમદાવાદમાં (Ahmedabad) કોરોનાનું સંક્ર્મણ વધી ગયું છે. છેલ્લા કેટલાક દિવસથી 5 હજારથી વધુ કેસ તો એકલા અમદાવાદમાં જ નોંધવામાં આવે છે.

Charmi Katira
| Edited By: | Updated on: May 01, 2021 | 3:56 PM

અમદાવાદમાં (Ahmedabad) કોરોનાનું સંક્ર્મણ વધી ગયું છે. છેલ્લા કેટલાક દિવસથી 5 હજારથી વધુ કેસ તો એકલા અમદાવાદમાં જ નોંધવામાં આવે છે. કોરોના દર્દીઓની સારવાર માટે જીએમડીસી ગ્રાઉન્ડમાં પણ યુદ્ધના ધોરણે હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. તો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થતા ભરતી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત મેડિકલ-પેરામેડિકલ સિનિયર તબીબોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ પ્રક્રિયામાં નર્સીંગ તેમજ વર્ગ-1 ના કર્મચારીમાં નીરસતા જોવા મળી છે. ભરતીની જાહેરાત કરતા જ અરજી કરીને ઇન્ટરવ્યૂ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ પ્રક્રિયામ 90 ઉમેદવારએ અરજી કરી છે અને હજુ પણ અરજી પ્રક્રિયા ચાલુ છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 14,605 નવા કેસ નોંધાયા છે. જ્યારે 10,180 કોરોના દર્દી રિકવર થયા છે, જ્યારે 173 દર્દીનાં મોત થયાં છે અને કુલ મોતનો આંકડો 7183 થયો છે. અત્યાર સુધી 96 લાખ 94 હજાર 767 લોકોને પ્રથમ ડોઝ અને 23 લાખ 92 હજાર 499 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. કુલ મળીને 1 કરોડ 20 લાખ 87 હજાર 266નું વેક્સિનેશન પૂર્ણ થયું છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">