શનિ, રવિ અને ક્રિસમસની રજાઓમાં પ્રવાસન સ્થળો પર ઉમટી ભીડ, સાસણગીર, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં નોંધાયા રેકોર્ડ બ્રેક પ્રવાસીઓ- વીડિયો
હાલ શનિ, રવિ અને ક્રિસમસની ત્રણ દિવસની સળંગ રજાઓનુ મિનિ વેકશન મળી જતા પ્રવાસન સ્થળો પર લોકો રજાઓ ગાળવા ઉમટી પડ્યા છે. જેમા ખાસ કરીને સાસણગીર, સ્ટેચ્યુ ઓફ યુનિટી, જુનાગઢ અને સાપુતારામાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે.
પ્રવાસન સ્થળો પર હાલ માનવ મહેરામણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યુ છે. શનિ રવિ અને ક્રિસમસની સળંગ ત્રણ દિવસની રજાઓ મળી જતા લોકોને ફરવાની મજા પડી ગઈ છે અને ગુજરાતના પ્રવાસન સ્થળો મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. પછી તે સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય કે જુનાગઢ કે સાસણગીર કે સાપુતારા. દરેક જગ્યાએ માનવ મહેરામણ ઉમટી પડ્યુ છે.
પ્રવાસીઓનું ફેવરિટ ડેસ્ટિનેશન બન્યુ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી
સૌ પ્રથમ વાત કરીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટીની. જે હવે પ્રવાસીઓ માટેનું ફેવરીટ ડેસ્ટીનેશન બન્યું છે. ત્યારે નાતાલના મિની વેકેશનમાં સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે પ્રવાસીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. શનિ-રવિ અને સોમવારની ત્રણ દિવસની રજાઓમાં લાખોની સંખ્યામાં પ્રવાસીઓએ મુલાકાત લીધી. જેમાં રવિવારના એક જ દિવસમાં 80 હજાર પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા.
બે દિવસમાં 1.20 લાખ લોકોએ લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત
જ્યારે શનિ-રવિના બે દિવસો દરમિયાન અત્યાર સુધીમાં 1.20 લાખ જેટલા પ્રવાસીઓ સ્ટેચ્યુ ઑફ યુનિટીની મુલાકાત લઈ ચૂક્યાં છે. ત્યારે નાતાલ હોવાથી સોમવારે પણ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખુલ્લુ રખાયું. જેમાં માત્ર ગુજરાતીઓ જ નહીં. દેશના દરેક છેડેથી પ્રવાસીઓ આવી રહ્યા છે. ત્યારે સાંભળો મહારાષ્ટ્રથી આવેલ પ્રવાસીઓેએ શું કહ્યું ?
આ પણ વાંચો: દ્વારકામાં આહિરસમાજના મહારાસમાં સાંસદ પૂનમ માડમ પણ પરંપરાગત પોષાકમાં સજ્જ થઈ રમ્યા રાસ- જુઓ વીડિયો
જુનાગઢમાં ઐતિહાસિક અને કુદરતી સૌદર્ય નિહાળી પ્રવાસીઓ થયા અભિભૂત
આ તરફ જુનાગઢ અને ગીરમાં પણ ઐતિહાસિક વિરાસત અને સિંહ દર્શન કરવા લાખો લોકો ઉમટી પડ્યા. રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી સહેલાણીઓ સૌરાષ્ટ્રમાં ઉમટી પડ્યા છે. ગિરનાર રોપવે, ઉપરકોટ કિલ્લો અને સિંહ દર્શનની મજા માણતા પ્રવાસીઓએ કહ્યું કે કુદરતી સૌંદર્યનો નજારો જોઇને અભિભૂત થઇ ગયા છીએ.
જુનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો