Rathyatra 2023 : ભગવાન જગન્નાથને જ્યેષ્ઠાભિષેક કરાયો, જય રણછોડ માખણ ચોરનો નાદ ગુંજી ઉઠયો, જુઓ Video
અમદાવાદમાં યોજાનારી 146મી રથયાત્રા પૂર્વે રવિવારે જળયાત્રા યોજાઇ હતી. જળયાત્રા બાદ સાબરમતી નદીના જળથી ભગવાન જગન્નાથનો જળા ભિષેક કરવામાં આવી રહ્યો છે. તેમજ તેની બાદ ભગવાનના ગજવેશ આજે દર્શન થશે. જેની બાદ આજે ભગવાન મોસાળ જશે.
Ahmedabad:અમદાવાદમાં(Ahmedabad)જળયાત્રા (Jal Yatra)પૂર્વે જગન્નાથ મંદિરમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ભક્તો મંદિરે પહોંચ્યા હતા. અમદાવાદમાં યોજાનારી 146મી રથયાત્રા પૂર્વે રવિવારે જળયાત્રા યોજાઇ હતી. જળયાત્રા બાદ સાબરમતી નદીના જળથી ભગવાન જગન્નાથનો જળા ભિષેક કરવામાં આવી રહ્યો છે. તેમજ તેની બાદ ભગવાનના ગજવેશ આજે દર્શન થશે. જેની બાદ આજે ભગવાન મોસાળ જશે.
રથયાત્રા પૂર્વે યોજાતી જળયાત્રાનું અનોખુ મહત્વ હોય છે. આજે યોજાનારી જળયાત્રામાં મુખ્ય અતિથિ તરીકે શિવાનંદ આશ્રમના સ્વામી પરમાત્માનંદ સરસ્વતી મહારાજ હાજર રહ્યા હતા. રથયાત્રાનો પ્રથમ પડાવ જળયાત્રા માનવામાં આવે છે. એટલા માટે મંદિર પરિસરમાં રથયાત્રા જેવી જ તૈયારીઓ જળયાત્રામાં પણ થતી હોય છે. ભગવાન જે બળદગાડામાં તૈયાર થઇને જતા હોય છે તેને તૈયાર કરવામાં આવ્યા છે. 108 જેટલા કળશ લઇને સાબરમતી નદી સોમનાથ ભૂદરના આરેથી 108 કળશમાં સાબરમતી નદીનું જળ ભરવામાં આવ્યું હતું ત્યારબાદ આ જળની પૂજા કરવામાં આવી હતી .
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો