Ahmedabad માં ભારે પવન સાથે વરસાદ, સાબરમતી નદી તોફાની બની, જુઓ Video
અમદાવાદ((Ahmedabad) શહેરમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. જેના પગલે સાબરમતી નદીના ભારે પવનના લીધે કરંટ જોવા મળ્યો હતો.અમદાવાદ શહેરમાં સવારે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ(Rain) વરસી રહ્યો છે.
Ahmedabad : ગુજરાતમાં બદલાયેલા વાતાવરણ વચ્ચે આજે સવારથી અમદાવાદ((Ahmedabad) શહેરમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. જેના પગલે સાબરમતી નદીના ભારે પવનના લીધે કરંટ જોવા મળ્યો હતો.અમદાવાદ શહેરમાં સવારે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ(Rain) વરસી રહ્યો છે. અમદાવાદ શહેરમાં ગઇકાલ રાતથી ભારે ઉકળાટ બાદ આજે વહેલી સવારે અસહય બફારો પણ હતો. જેના પગલે વહેલી સવારે વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની શરૂઆત થઇ હતી.
હવામાન વિભાગની આગાહી ( Weather Forecast) અનુસાર આજે રવિવારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી રહેશે. જ્યારે ન્યુનતમ તાપમાન 29 ડિગ્રી રહેશે. જો વાત અમરેલી જિલ્લાની કરીએ તો આજે મહત્તમ તાપમાન 42 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. જ્યારે ભેજવાળુ વાતાવરણ 44 ટકા રહેશે. આણંદ જિલ્લામાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 29 ડિગ્રી રહેશે.
અરવલ્લી જિલ્લામાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેશે જ્યારે ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. તો બનાસકાંઠામાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી રહેશે. ભરુચમાં મહત્તમ તાપમાન 39 રહેશે જ્યારે ન્યૂનતમ તાપમાન 29 ડિગ્રી રહેશે. ભાવનગર જિલ્લામાં મહત્તમ તાપમાન 37 રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 29 રહેશે
બોટાદ જિલ્લામાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. તો બીજી તરફ છોટાઉદેપુરમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. દાહોદ જિલ્લામાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે.