AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: ઉનાળાની શરુઆત થતાં જ પાણીની બૂમો ઉઠવા લાગી, રંગોલી પાર્ક આવાસ યોજનાના રહીશોના પાણી મુદ્દે દેખાવો

Rajkot: ઉનાળાની શરુઆત થતાં જ પાણીની બૂમો ઉઠવા લાગી, રંગોલી પાર્ક આવાસ યોજનાના રહીશોના પાણી મુદ્દે દેખાવો

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 15, 2022 | 2:05 PM
Share

રાજકોટમાં પહેલેથી જ ઉનાળામાં પાણીની અછત સર્જાવાના એંધાણ હતા. પરંતુ રાજકોટના રંગોલી પાર્ક આવાસ યોજનાના રહીશોને ઉનાળાની શરુઆતમાં જ પાણીના પ્રશ્નો થવા લાગ્યા છે.

એક તરફ રાજ્યમાં ઉનાળાની શરુઆત થઈ ગઈ છે. બીજી તરફ રાજકોટ (Rajkot)માં ઉનાળા (Summer)ની શરુઆતમાં જ પાણીની પારાયણ પણ શરુ થઈ ગઈ છે. રાજકોટના રંગોલી પાર્ક આવાસ યોજનાના રહીશોને છેલ્લા કેટલાક દિવસોથી પાણી ન મળતા તેઓ પરેશાન (water crisis) થઈ ગયા છે. રોષે ભરાયેલા રહીશોએ હાઉસિંગ બોર્ડની ઓફિસે હોબાળો કર્યો હતો.

ઉનાળો આવતા જ પાણીની બૂમો ઉઠવી રાજકોટ માટે જાણે સામાન્ય વાત છે. રાજકોટમાં પહેલેથી જ ઉનાળામાં પાણીની અછત સર્જાવાના એંધાણ હતા. પરંતુ રાજકોટના રંગોલી પાર્ક આવાસ યોજનાના રહીશોને ઉનાળાની શરુઆતમાં જ પાણીના પ્રશ્નો થવા લાગ્યા છે. રંગોલી પાર્ક આવાસ યોજનાના રહીશોને છેલ્લા 10 દિવસથી પાણી મળતુ નથી. જેના કારણે રહીશોને રોજીંદા કામોમાં પણ હાલાકી ભોગવવી પડી રહી છે. જેને કારણે અહીંના રહીશોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

રોષે ભરાયેલા રંગોલી પાર્ક આવાસ યોજનાના રહીશોએ પાણી મુદ્દે ઉગ્ર પ્રદર્શન કર્યું હતુ. રંગોલી આવાસ યોજના અને આસપાસની સોસાયટીની રોષે ભરાયેલી મહિલાઓએ હાઉસિંગ બોર્ડની ઓફિસે પહોંચીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો. જો કે અધિકારીઓ ઓફિસમાં ન હોવાથી સ્થાનિક મહિલાઓમાં રોષ ફેલાયો. છેલ્લા ચાર વર્ષથી રંગોલી પાર્ક આવાસ યોજનામાં પાણી નિયમિત આવતું ન હોવાનો રહીશોએ આક્ષેપ કર્યો છે. જવાબદાર અધિકારીઓ સ્થાનિકોને ઉડાઉ જવાબ આપી સમસ્યાનું સમાધાન ન લાવતા હોવાનો પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે.

આ પણ વાંચો- Gujarat Assembly Session Live: વિધાનસભામાં અંદાજપત્ર પર ચર્ચા શરૂ, કોગ્રેસના ધારાસભ્યોએ ખેડૂતોને અપાતી વીજળી મુદ્દે સરકારની નીતિ પર સવાલ ઉઠાવ્યા

આ પણ વાંચો- કોંગ્રેસના ધારાસભ્ય ડૉ. અનિલ જોષીયારાનો પાર્થિવ દેહ વતન લવાયો, આજે અંતિમવિધી કરાશે

g clip-path="url(#clip0_868_265)">