Ahmedabad : રામોલ પોલીસ તોડકાંડમાં DCPની કડક કાર્યવાહી, હેડ કોન્સ્ટેબલને કરાયા સસ્પેન્ડ, જુઓ Video

Ahmedabad : રામોલ પોલીસ તોડકાંડમાં DCPની કડક કાર્યવાહી, હેડ કોન્સ્ટેબલને કરાયા સસ્પેન્ડ, જુઓ Video

yunus.gazi
| Edited By: | Updated on: Nov 10, 2024 | 10:26 AM

અમદાવાદના રામોલમાંથી પણ તોડકાંડનો મામલો સામે આવ્યો હતો. તોડકાંડના કેસમાં DCPએ કડક કાર્યવાહી કરી છે. DCPએ હેડ કોન્સ્ટેબલ ખુમાનસિંહને સસ્પેન્ડ કર્યા છે. તોડકાંડનો વીડિયો પોલીસ સુધી પહોંચતા પોલીસે ACPને તપાસ સોંપી છે.

રાજ્યમાંથી અનેકવાર લાંચ લેતા સરકારી કર્મચારીઓ ઝડપાતા હોય છે. ત્યારે અમદાવાદના રામોલમાંથી પણ તોડકાંડનો મામલો સામે આવ્યો હતો. તોડકાંડના કેસમાં DCPએ કડક કાર્યવાહી કરી છે. DCPએ હેડ કોન્સ્ટેબલ ખુમાનસિંહને સસ્પેન્ડ કર્યા છે. તોડકાંડનો વીડિયો પોલીસ સુધી પહોંચતા પોલીસે ACPને તપાસ સોંપી છે. જેના પગલે પોલીસ વડોદરા દંપતીના ઘરે પણ પુછપરછ કરવામાં માટે ગઈ હતી. પરંતુ દંપતીએ પોલીસ ફરિયાદ નોંધાવવાની ના પાડી હતી.

જાણો શું હતી સમગ્ર ઘટના

જો સમગ્ર ઘટનાની વાત કરીએ તો વિયેતનામથી આવેલા વડોદરાના દંપતીને અમદાવાદના અદાણી સર્કલ પર દંપતિની ચેકિંગના નામે કાર અટકાવી રોકડ 12 હજાર રુપિયા, 400 અમેરિકન ડોલર તેમજ વિદેશી દારુની બોટલ પડાવી લીધી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર આ ઘટના 5મી નવેમ્બરના રોજ બની હતી. દંપતી પાસે લિકર પરમીટ હોવા છતાં પોલીસ ટુકડીએ ગેરવર્તન કરી દારૂ પડાવી લીધો, ખિસ્સા માંથી 14 હજાર પડાવી લીધા બાદ 2 હજાર પરત આપ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જો કે આ બનાવ અંગે રામોલ PIને રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી નહીં કરવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો.

( વીથ ઈનપુટ – હરિન માત્રાવાડિયા, અમદાવાદ ) 

g clip-path="url(#clip0_868_265)">