રાજકોટ વીડિયો :રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા છેતરાયા, ગઠીયાએ ભાજપના કાર્યકરની ઓળખ આપી ઠગ્યા

રાજકોટ વીડિયો :રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા છેતરાયા, ગઠીયાએ ભાજપના કાર્યકરની ઓળખ આપી ઠગ્યા

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 12, 2023 | 10:12 AM

ગુજરાતમાં સાયબર ક્રાઇમની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે સાઈબર ઠગે હવે ગુજરાતમાં સાંસદને જ ઠગ્યા છે. સાયબર ઠગે રાજ્યસભાના સાંસદ રામ મોકરીયાને જ નિશાન બનાવ્યાં છે. રામ મોકરિયાને કોઇ વ્યક્તિએ ભાજપનો કાર્યકર હોવાની ઓળખ આપી 15 હજાર રુપિયા પડાવી લીધા છે.

આજકાલ સાઈબર ક્રાઈમનો અનેક લોકો ભોગ બની રહ્યાં છે. ગુજરાતમાં સાયબર ક્રાઇમની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે સાઈબર ઠગે હવે ગુજરાતમાં સાંસદને જ ઠગ્યા છે. સાયબર ઠગે રાજ્યસભાના સાંસદ રામ મોકરીયાને જ નિશાન બનાવ્યાં છે. રામ મોકરિયાને કોઇ વ્યક્તિએ ભાજપનો કાર્યકર હોવાની ઓળખ આપી 15 હજાર રુપિયા પડાવી લીધા છે.

આ પણ વાંચો-સુરત : ગૃહ મંત્રીની દિવ્યાંગોને આત્મનિર્ભર બનાવવાની અનોખી પહેલ, જાણો વિગતવાર માહિતી અહેવાલ દ્વારા

ઘટના કઇક એવી છે કે રામ મોકરિયાને સાયબર ઠગે ફોન કર્યો હતો. તેણે સાંસદ રામ મોકરિયાને ભાજપના કાર્યકર તરીકે ઓળખ આપી હતી અને પિતાનુ નિધન થયું હોવાની વાત કરી હતી. સાયબર ઠગે રામભાઈ પાસે 15000 રૂપિયાની માગણી કરી હતી. સાંસદ રામ મોકરિયાએ ઓનલાઈન 15000 રૂપિયા ટ્રાન્સફર કર્યાં હતા. રામ મોકરિયાએ ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કર્યા બાદ સાયબર ફ્રોડ વિશે કોઇ માહિતી પ્રાપ્ત થઇ ન હતી. જો કે આખરે આ કાર્યકર્તાની તપાસ કરતા તેનું લોકેશન છત્તીસગઢનું નીકળ્યું છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 

g clip-path="url(#clip0_868_265)">