RAJKOT : ઐતિહાસિક ધર્મેન્દ્રસિંહજી કોલેજ બિલ્ડીંગને હેરિટેજ ઇમારત તરીકે જાહેર કરાઈ
Dharmendrasinhji College : મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ રાજ્યસભાના સાંસદ સ્વ.અભય ભારદ્વાજ તેમજ કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા સહિતના દિગ્ગજ નેતાઓ આ કોલેજમાં અભ્યાસ કર્યો છે.
RAJKOT : રાજકોટની ઐતિહાસિક ધર્મેન્દ્રસિંહજી કોલેજ બિલ્ડીંગને હેરિટેજ ઇમારત તરીકે જાહેર કરવામાં આવી છે. 1937મા બનેલી ધર્મેન્દ્રસિંહ કોલેજ સૌરાષ્ટ્રનો મોટો ઐતિહાસિક વારસો ધરાવે છે. રાજાશાહી સમયકાળની બે સ્કૂલો બાદ વધુ એક સરકારી કોલેજની ઈમારતનો હેરીટેજમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે સ્થાનિક પ્રોફેસર ડો. ભારદ્વાજે જણાવ્યું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ રાજ્યસભાના સાંસદ સ્વ.અભય ભારદ્વાજ તેમજ કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા સહિતના દિગ્ગજ નેતાઓ આ કોલેજમાં અભ્યાસ કરી ગૌરાંકીત પરંપરા જાળવી રાખી છે. ઉલ્લેખનિય છે કે જુનાગઢની પ્રખ્યાત ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજ બિલ્ડીંગને પણ હેરીટેજ જાહેર કરવામાં આવી છે.
આ પણ વાંચો : SURENDRANAGAR : PGVCLએ લખતર ગ્રામ પંચાયતની સ્ટ્રીટ લાઈટનું કનેક્શન કાપી નાખ્યું
આ પણ વાંચો : BHAVNAGAR : 1980માં બનેલું સરિતા શોપિંગ સેન્ટર ગેરકાયદેસર નીકળ્યું, ત્રણ દિવસમાં દુકાનો ખાલી કરવાની BMCએ નોટીસ આપી
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા