Rajkot Fire Accident : રાજકોટ અગ્નિકાંડ કેસમાં SIT એ વધુ 2 RMCના અધિકારીની કરી ધરપકડ, જુઓ Video

|

Jun 16, 2024 | 12:01 PM

રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડમાં 27 લોકો બળીને રાખ થઈ ગયા હતા. રાજકોટ અગ્નિકાંડમાં દિવસે દિવસે મોટો ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે SITએ RMCના બે અધિકારીની ધરપકડ કરી છે.

રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડમાં 27 લોકો બળીને રાખ થઈ ગયા હતા. રાજકોટ અગ્નિકાંડમાં દિવસે દિવસે મોટો ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે SITએ RMCના બે અધિકારીની ધરપકડ કરી છે. ગેમઝોન અગ્નિકાંડના કેસમાં ATPO રાજેશ મકવાણા અને જયદીપ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે.

પ્રાપ્ત થતી વિગતો અનુસાર અગ્નિકાંડ બાદ RMCની TP શાખામાં ખોટું રજીસ્ટર બનાવવા અંગે આ બે અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. જો કે હજી પણ SIT ટીમ બધા જ પુરાવા એકત્ર કરી તપાસ કરી રહી છે.

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ શું હતી ?

રાજકોટમાં નાનામોવા રોડ પર ગેમઝોનમાં તારીખ 25 મે 2024ના રોજ બપોર પછી ભીષણ આગ લાગી હતી. જેમાં છેલ્લે મળેલા અહેવાલ અનુસાર 27 લોકો જીવતા બળીને ખાખ થઈ ગયા હતા.આ અગ્નિકાંડમાં સૌથી મોટી બેદરકારીએ હતી કે, ગેમઝોનમાં ફાયર NOC જ ન હતું. પ્રત્યક્ષદર્શી વ્યક્તિએ નિવેદનો પણ આપ્યા છે કે, ફાયર અલાર્મ પણ સિસ્ટમ નહોતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video