અધધ…આવક કરતા 410 ટકા વધારે સંપતિ, TRP અગ્નિકાંડ કેસમાં સાગઠિયા સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો

અધધ…આવક કરતા 410 ટકા વધારે સંપતિ, TRP અગ્નિકાંડ કેસમાં સાગઠિયા સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો

| Edited By: | Updated on: Jun 19, 2024 | 7:35 PM

RMCના પૂર્વ TPO મનસુખ સાગઠિયાની આવક કરતા 410 ટકા વધારે સંપતિ મળી આવી છે. ACBમાં સાગઠીયા વિરૂદ્ધ અપ્રમાણસર મિલકતની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મનસુખ સાગઠિયા પાસેથી રૂપિયા 10.55 કરોડની અપ્રમાણસર મિલકત મળી આવી છે.

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ કેસ મામલે RMCના પૂર્વ TPO મનસુખ સાગઠિયા સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધવામાં આવ્યો છે. ACBમાં સાગઠીયા વિરૂદ્ધ અપ્રમાણસર મિલકતની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મનસુખ સાગઠિયા પાસેથી રૂપિયા 10.55 કરોડની અપ્રમાણસર મિલકત મળી આવી છે.

મનસુખ સાગઠિયાની આવક કરતા 410 ટકા વધારે સંપતિ મળી આવી છે. સાગઠિયા ગેસ એજન્સી, પેટ્રોલપંપ અને અમદાવાદમાં બંગલો ધરાવે છે. ACBએ સાગઠિયા સાથે સંકળાયેલા 3 સ્થળો અને વતનમાં તપાસ હાથ ધરી હતી. જેમાં આ અપ્રમાણસર મિલકત મળી આવી છે. ત્યારે ACBએ સાગઠિયા સામે ગુનો નોંધી વધુ તપાસ ધરી છે.