AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: રાજકોટમાં શાસક પક્ષના નેતા અને આરોગ્ય અધિકારી વચ્ચે બબાલ, તમાચા ઝીંક્યા હોવાની પણ ચર્ચા- Video

Rajkot: રાજકોટ કોર્પોરેશનના શાસક પક્ષના નેતા ફરી એકવાર વિવાદમાં સપડાયા છે. શાસક પક્ષના નેતા વિનુ ધવા અને કોર્પોરેશનના આરોગ્ય અધિકારી ડૉ.જયેશ વાંકાણી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન વિનુ ધવાએ અધિકારીને તમાચા ઝીંક્યા હોવાની પણ ચર્ચા છે. શું હતો સમગ્ર વિવાદ, વાંચો અહીં-

Mohit Bhatt
| Edited By: | Updated on: Aug 12, 2023 | 6:53 PM
Share

Rajkot: રાજકોટ મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા વિનુ ધવા ફરી વિવાદમાં આવ્યા છે. આરોગ્ય વિભાગની કામગીરીને લઇને વિનુ ધવા અને ડૉ.જયેશ વાંકાણી વચ્ચે બબાલ થઇ હતી. જેમા રાજકોટ મહાનગરપાલિકામાં વિનુ ધવાએ અધિકારીને ફડાકાં ઝીંક્યા હોવાની પણ ચર્ચા છે જો કે ફડાકાની વાતને સમર્થન મળ્યુ નથી અને વિનુ ધવાએ સત્તાવાર રીતે કંઈપણ બોલવાનો ઈનકાર કર્યો હતો.

અરજદાર છેલ્લા 15 દિવસથી ધક્કો ખાતા હોવાથી થઈ હતી બબાલ

વિનુ ધવાએ દાવો કર્યો હતો કે એક અરજદાર પોતાના પ્રશ્નને લઇને છેલ્લા 15 દિવસથી પરેશાન થઇ રહ્યો હતો.પરંતુ અધિકારી યોગ્ય જવાબ નહોતા આપતા. જેથી મામલો ગરમાયો હતો અને ઉગ્ર બોલાચાલી થઈ હતી.

મેયર-સ્ટેન્ડિંગ ચેરમેને મધ્યસ્થી કરાવી

વિનુ ધવાના વર્તન બાદ કર્મચારીમાં ભારે રોષ જોવા મળ્યો હતો. એક તબક્કે પોલીસ ફરિયાદ કરવા સુધીની સ્થિતિ ઉભી થઇ હતી પરંતુ આ મામલે મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેને મધ્યસ્થી કરાવી હતી અને ગેર વર્તન બદલ માફી મંગાવીને બંન્ને વચ્ચે મામલો થાળે પાડ્યો હતો.

આ પણ વાંચો:  Rajkot: વિધર્મી ક્રિકેટ કોચે કરેલી હેબિયસ કોર્પસની અરજી હાઈકોર્ટે ફગાવી, યુવતીએ યુવક સાથે જવાનો કર્યો ઈનકાર

અગાઉ સીટી ઇજનેર કોટકનો પણ ઉધડો લીધો હતો

વિનુ ધવાનું અધિકારીઓ સાથે આ પ્રકારનું વર્તન પ્રથમ વખત નથી. આ અગાઉ 13 જુલાઇના રોજ વિનુ ધવાએ શહેરમાં બાકી કામોને લઇને સિટી ઇજનેર કોટકનો ઉધડો લીધો હતો અને કામગીરી અંગે ઉગ્ર બોલાચાલીનો વીડિયો પણ વાયરલ થયો હતો. બિસ્માર રસ્તાઓ અને ધીમી ગતિએ ચાલતા કામોને લઇને તેમણે આકરૂ વલણ અપનાવતા ધવાએ એન્જિનિયરને કહ્યું હતું કે- કોન્ટ્રાક્ટરને છાવરવા ન જોઇએ..જે કોન્ટ્રાક્ટર કામ ન કરતા હોય તેને નોટિસ આપવી જોઈએ.

રાજકોટ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
g clip-path="url(#clip0_868_265)">