AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજકોટ RMC એક્શનમાં, હવે માલિકીની જગ્યામાં ઢોર રાખવા લાયસન્સ ફરજીયાત, જુઓ વીડિયો

રાજકોટ RMC એક્શનમાં, હવે માલિકીની જગ્યામાં ઢોર રાખવા લાયસન્સ ફરજીયાત, જુઓ વીડિયો

Mohit Bhatt
| Edited By: | Updated on: Dec 01, 2023 | 3:36 PM
Share

રાજકોટ RMC હવે એક્શનમાં આવ્યું છે. આ વાતને લઈ પશુપાલકોને અલ્ટિમેટમ આપ્યું છે. રખડતા ઢોર નિયંત્રણ પોલિસીનો કડક અમલ કરવા સૂચના અપાઈ છે. 31 ડિસેમ્બર સુધીમાં ઢોરનું રજીસ્ટ્રેશન કરવા આદેશ આપવામાં આવ્યા છે. જગ્યા ન હોય તેવા ઢોરને શહેર બહાર ખસેડવા આદેશ આપવામાં આવ્યા છે. માલિકીની જગ્યામાં ઢોર રાખવા લાયસન્સ ફરજીયાત કાઈર દેવામાં આવ્યું છે.

ઢોર નિયંત્રણની નવી પોલીસીના કડક અમલને લઈને રાજકોટ મહાનગરપાલિકાએ પશુપાલકોને અલ્ટિમેટમ આપ્યું છે. RMCએ 31 ડિસેમ્બર સુધીમાં ઢોરનું રજીસ્ટ્રેશન કરવા પશુપાલકોને આદેશ આપ્યો છે. જે બાદ રજીસ્ટ્રેશન નહિં કરનાર ઢોર માલિકો સામે કાર્યવાહી કરાશે.

જ્યારે પોતાની માલિકીની જગ્યામાં ઢોર રાખવા માટે લાયસન્સ અને પરમિટ લેવી ફરજીયાત છે. ત્યારે માલિકીની જગ્યા ન હોય તેવા પશુપાલકોને 31 ડિસેમ્બર સુધીમાં ઢોરને શહેર બહાર ખસેડી દેવા અલ્ટિમેટમ આપ્યું છે. મહત્વનું છે કે રાજકોટ શહેરમાં કુલ 9  થી 10 હજાર જેટલા ઢોર છે.

આ પણ વાંચો : રાજકોટ વીડિયો : જસદણના રાણીંગપરમાં 116 કિલોથી વધુ ગાંજાનું વાવેતર ઝડપાયુ, એકની ધરપકડ

જેની સામે RMCમાં માત્ર 3 હજાર ઢોરનું જ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. ત્યારે હવે RMCએ પશુપાલકોને રજીસ્ટ્રેશન કરવા અથવા ઢોરને શહેરની બહાર ખસેડવા અલ્ટિમેટમ આપ્યું છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">