Rajkot : તહેવારો પહેલા ખાદ્ય તેલોના દઝાડતા ભાવ, જાણો સિંગતેલ અને કપાસિયા તેલના ભાવ કેટલા થયા

જન્માષ્ટમીના તહેવારો નજીક આવતાની સાથે જ સૌરાષ્ટ્રમાં (Saurashtra) ફરી ખાદ્યતેલના (edible oil) ભાવ આસમાને પહોંચ્યાં છે. ફરી સિંગતેલ અને કપાસિયા તેલમાં ભાવ વધારો ઝીંકાયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2022 | 9:39 AM

સામાન્ય જનતા સતત મોંઘવારીથી (inflation) પીસાતી જઇ રહી છે. પેટ્રોલ-ડીઝલ (Petrol-Diesel), ગેસ અને શાકભાજીના ભાવોમાં અધધ વધારા પછી ખાદ્યતેલના ભાવોમાં પણ સતત વધારો થતો જઇ રહયો છે. મધ્યમ વર્ગના પરિવારોએ હવે ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યુ છે. ખાદ્ય તેલના (Edible oil) ભાવમાં 10 રૂપિયાનો વધારો થયો છે. સિંગતેલ અને કપાસિયા તેલના ડબ્બામાં રૂપિયા 10નો ભાવ વધારો થયો છે.

તહેવારો પહેલા ખાદ્ય તેલના ભાવમાં વધારો

જન્માષ્ટમીના તહેવારો નજીક આવતાની સાથે જ સૌરાષ્ટ્રમાં ફરી ખાદ્યતેલના ભાવ આસમાને પહોંચ્યાં છે. ફરી સિંગતેલ અને કપાસિયા તેલમાં ભાવ વધારો ઝીંકાયો છે. સિંગતેલ અને કપાસિયા તેલના ડબ્બામાં રૂપિયા 10નો ભાવ વધારો થયો છે. ભાવ વધારાને કારણે સિંગતેલના ડબાની કિંમત 2810 રૂપિયાએ પહોંચી છે. જ્યારે કપાસિયા તેલનો ડબ્બાનો ભાવ 2510 પર પહોંચ્યો છે. તો બીજી તરફ પામતેલના ભાવમાં ઘટાડો થયો છે..છેલ્લા ત્રણ મહિનામાં પામતેલમાં 500થી 600 રૂપિયાનો ઘટાડો થયો છે. ઇન્ડોનેશિયાથી આયાત થતાં પામતેલનો ડબ્બો 1920 રૂપિયા થયો છે.

ભાવ વધારા પાછળ અલગ અલગ કારણ

દેશમાં સતત વધી રહેલી મોંઘવારીએ લોકોને આર્થિક સંકટમાં મુકી દીધા છે. મોંઘવારીના માર વચ્ચે ખાદ્યતેલમાં અછત સર્જાતા સતત ભાવ વધારો યથાવત રહ્યો છે. એક તરફ રશિયા-યુક્રેન યુદ્ધના કારણે તેલના ભાવમાં વધારો થઇ રહ્યો હોવાનું મનાય છે. બીજી તરફ બજારમાં કાચા માલની મળતર નથી અને સંગ્રહખોરો તકનો લાભ લઇ રહ્યા છે. બજારમાં જૂના ભાવે ખરીદેલો માલ પૂરો થઇ ગયો છે અને નવા ભાવની ખરીદી હોવાથી નવા ભાવ લાગુ થયા હોવાનું જણાવે છે.

રશિયા અને યુક્રેનના વચ્ચે ચાલતા યુદ્ધનાની અસર તેલના ભાવ પર પડી રહી છે. જો કે ખાદ્યતેલના ભાવોમાં પણ વધારો થતા લોકોએ જાયે તો જાયે કહીં જેવી સ્થિતિનો અનુભવ થઇ રહ્યો છે. પેટ્રોલ-ડીઝલ, ગેસ અને શાકભાજી, મસાલાના ભાવોમાં અધધ વધારા પછી ખાદ્યતેલના ભાવોમાં પણ સતત વધારો થતો રહયો છે. ત્યારે મધ્યમ વર્ગના પરિવારોએ હવે ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યુ છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">